________________
ઉદ્ભવ્યો. અને વેર લેવાની ભાવનાથી સુલસા યોગિનીને કામ સોંપવા તૈયાર થાય છે. સુંદરીએ સઘળી વાત તુલસા યોગિનીને જણાવી અને કહ્યું કે મારી સખીને તેના પતિનું મિલન કરાવી તેનું હાસ્ય પુનઃ પ્રગટાવો. સુલસા યોગિની પોતાની મંત્ર-તંત્રની વિદ્યાથી અદ૨ય રીતે કનકરથ અને રાજકુમારી પાસે પહોંચી ગઈ. તે પણ બન્નેને અને ખાસ તો રાજકુમારી ઋષિદત્તાનું મોહકરૂપ જોઈને આશ્ચર્ય પામે છે. તેના પ્રત્યે સુલતાના મનમાં ઈર્ષાનો તણખો ઊભો થયો. તેણે લોહીનો ખેલ શરૂ કર્યો.
સુલસા યોગિનીએ એક પછી એક માણસોનાં ખૂન કરીને તેનું લોહી નીતરતું વસ્ત્ર અને માંસના ટુકડા લઈને રાજકુમારના શયનખંડમાં જઈ જ્યાં બન્ને ગાઢનિંદ્રામાં પોઢેલા હતા. ત્યાં ઋષિદત્તાના શરીર પર લોહી નીતરતું વસ્ત્ર ઘસે, ગાલ અને હોઠ પર લોહી છાંટે અને માંસના ટુકડા ઋષિદરાના
ઓશીકા નીચે મૂકે છે. આમ વારંવાર થોડા દિવસ સુધી કરતી રહી. પરિણામે શેરીએ શેરીએ ઘર ઘરમાં હાહાકાર મચી ગયો. રાજકુમાર અને રાણી વિચારમાં પડી ગયાં છે. રાણી કનકરથને સમજાવતાં કહે છે કે કોઈ દૈવયોગે મને સકંજામાં નાખવા ઈન્દ્રજાળ રચી છે.
જ્યારે યુવરાજનો વિશ્વાસ દઢ થયો અને મનનો સંશય દૂર થયો ત્યારે પ્રિયતમાને આશ્વાસન આપવા લાગ્યો અને કહ્યું કે તું નચિંત રહેજે. રાજા આ વાતથી ક્રોધાયમાન બને છે. લોકોની ફરિયાદ વધે છે. પરિણામે આ અંગે રાજા સાથે વાત કરવા સુલસા રાજભવનમાં આવે છે.
સુલસા રાજાને કહે છે “તમારો પુત્ર યુવરાજ જે વનવાસિની કન્યાને પરણી લાવ્યો છે તે દેખાવમાં અતિ રૂપવાન અને સુંદર છે. પરંતુ વિનમ્ર છતાં મહાવિકરાળ છે. તે જ રાક્ષસી તારા નગરનો નાશ કરવા અહીં આવી છે. સુલસાએ અંતિમ તીર ફેંકતાં કહ્યું રાજનું આપની કુલવધુ જ હત્યારી છે. મહારાજે જાતે તપાસ કરી અને વાતમાં તથ્ય લાગ્યું.
યુવરાજ કનકરથની પરિસ્થિતિ અંતે કરુણ અને વિકટ બની. ઋષિદત્તાએ કહ્યું કે હું જૈનકુળમાં જન્મેલી છું અને “અહિંસા પરમો ધર્મ” ના સંસ્કારથી ગૃહિત છું. હત્યાના સમાચારથી મહારાજા અત્યંત આવેશમાં આવી ગયા અને કહ્યું આવી રાક્ષસી ઘરમાં ક્યાંથી આવી? આ વાત સમગ્ર રાજમહેલમાં અને નગરમાં થવા લાગી. જોકે યુવરાજે કહ્યું કે હું તને સંપૂર્ણ નિર્દોષ અને નિર્મળ માનું છું અને માનતો રહીશ. આ બાજુ મહારાજાએ
126 જૈન રાસ વિમર્શ