________________
સમ્યગુદર્શન થાય છે. પરિણામે વિશ્વભૂતિ ઋષિના આશ્રમ પાસે ઋષભદેવ પરમાત્માનું દેવવિમાન બંધાવ્યું. ત્યાં મંગલાવતી દેશના રાજાની પુત્રી પ્રીતિમતિ સર્પદર્શનથી મરણપથારીએ હતી. આ સમયે હરિષણ રાજાએ પ્રીતિમતિને વિષાપહારી વિદ્યાથી જીવંત કરી. સૌ આનંદમાં આવી ગયા. આ સંસારમાં ક્ષણેક્ષણે રંગ બદલાય છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. જ્ઞાનીઓ કહે છે : “આ સંસાર દાવાનળ જેવો છે તે છોડવા જેવો છે. સંયમ લેવા જેવું છે.
અહીં પ્રીતિમતિ હરિષેણ રાજાને વરે છે. છતાં લગ્ન એ ખરેખર બંધનરૂપ છે. છતાં કર્માધિન આત્મા લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના આદર્શને સાચવે છે. લગ્ન એ ફક્ત વિલાસભોગનું સ્થાન નથી. જેમ કર્મમાં ત્યાગ અને અર્પણ ભાવ જ શોભે છે એ જ રીતે લગ્નજીવનમાં પણ પરસ્પરના દોષો પ્રત્યે ઉદારતા અને પરસ્પર અતૂટ વિશ્વાસ હોય તો જ તે જીવન શોભે છે. નારી પુરુષના કાર્યમાં સહાયક બને છે. રાજા-રાણી બને આરાધક ભાવવાળા હતા. સુપાત્ર દાન, અતિથિસત્કાર આદિ જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ચૂક્યા હતા. એક શુભ મુહૂર્ત પ્રીતિમતિ સગર્ભા બની. સમય પૂર્ણ થતાં પ્રીતિમતિએ શુભદિવસે શુભલગ્ન પુત્રરત્નને જન્મ આપ્યો. રાજકુમારનું નામ ધીરણ પાડવામાં આવ્યું. પ્રીતિમતિ રાજકુંવરમાં સુંદર સંસ્કારોનું સિંચન કરતી હતી.
હવે રાજા હરિષણ અર્ધશતાબ્દીના આરે આવી ચૂક્યા હતા. મહાદેવીને ૧૫ વર્ષે ગર્ભ રહ્યાનું લક્ષણ દેખાયું. મહારાજ બોલ્યા: મારા દેહમાંથી હવે યૌવન ઓસરવા માંડ્યું છે. આમાં માનવી પોતાના આત્મા તરફ દૃષ્ટિ ન રાખે તો જન્મોજન્મ સુધી અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાવવાનું થાય છે. સંસારના દરેક પદાર્થો ચંચળ, વિનાશી પરિવર્તનશીલ સ્વભાવવાળા છે.
જવ ન ઇંદિય હારી જવ ન કર રકખસી પરિક્રઈ, જવ ન રોગ વિચાર જવ ન મચ્ચ સમુલ્લિત અઈ”
જ્ઞાનિઓએ સત્ય કહ્યું છે જ્યાં સુધી ઇન્દ્રિયની હાનિ થઈ નથી, જરૂપી રાક્ષસી આવી નથી, જ્યાં સુધી શરીર રોગગ્રસ્ત થયું નથી, જ્યાં સુધી જમ દેવ લેવા આવ્યા નથી તે પહેલા હે જીવ! તું ધર્મઆરાધના કરી લે. રાજાએ કહ્યું કે હવે મારે સંસારની દોટ મૂકી દેવી જોઈએ. તુરત જ મહાદેવી બોલ્યાં
મહાસતિ ત્રષિદના રાસ +123