________________
કરવાની શક્તિ દેખાય છે. કેશી ગણધરે અંબડ આગળ સમવસણનું વર્ણન કર્યું.
કે(હે)મ રૂપ્ય રત્ન પ્રકાર પ્રાકાર), તેહમાં હિઈ પદમાસનું ધ્યાસ રાગાદિક દોષ નહીં જસ છત્ર ત્રણ્ણિ શિરિ ચઉમુખભાસ.’ પ્રતિકા (હાર્ય આઠ સંયુક્ત, સર્વ જણ સર્વદર્શી મુક્ત, ચઉત્રીસઈ અતિશય નઉ ધણી, પંચત્રીસ વચનગુણિ ગુણી. સર્વજીવ ઉપરિઈ પ્રસન્ના દેવતણઉદેવ ભગવત્ત તેહનઉં શરણ શુદ્ધનિ જેહ સાચઉં પ્રથમ તત્ત્વ તે એક
(૩૦૦, ૩૦૧, ૩૦૨ આદેશ ૭) ત્યાર બાદ કેશી ગણધરને અંબડ કહે છે; આ તો ઇંદ્રજાળ વિના કેવી રીતે શક્ય હોય?
કેશી ગણધર અંબડનો ભ્રમ દૂર કરવા વિચરતા તીર્થંકર મહાવીરસ્વામીના દર્શને વિશાલાનગરમાં લઈ ગયા. અંબડ પ્રભુ મહાવીરના દર્શન કરી અતિ આનંદિત થયો. આ અંબડ ઘરે ગયા બાદ થોડા દિવસોમાં પુનઃ કામાકુલ મનથી સમ્યકત્વ છોડી મિથ્યાત્વ ગ્રહણ કર્યું. પુનઃ નિમિત્ત મળતાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. આમ ૧૮ વાર સમ્યકત્વ લીધું અને છોડ્યું. હવે અંબડને પુનઃ પરમાત્મા સાથે મિલન થયું, ત્યારે પરમાત્માએ કહ્યું; “અહી વી૨ સુલસાનઈ જેઈ જિન તુઝ મિતિ ધર્મ થિર હોઈ” (આદેશ ૭, ૩૨૭) પરમાત્મા મહાવીરના નિદર્શનથી અંબડ સુલસાને મળવા રાજગૃહી ગયો. અંબડ વિચારે છે કે, પ્રભુએ વખાણેલી સુલસા કેવી વ્રતોમાં દૃઢ છે, તે જોઈએ.
સર્વપ્રથમ અંબડ રાજગૃહીના એક ઉદ્યાનમાં બ્રહ્માનું રૂપ ધારણ કરીને રહ્યો, નગરના સૌ લોકો વંદન માટે આવ્યા, પણ સુલસા આવી નહિ. નગરના સર્વ લોકો આવ્યા, પણ અંબડે પ્રભુએ વખાણેલી સુલસાને જોઈ નહિ.
બીજ દિવસે પુનઃ વિષ્ણુરૂપ લીધું, ત્યારે પણ નગ૨ ઘેલું થયું, પણ સુલસા ગઈ નહિ. ત્રીજે દિવસે શિવજીનું રૂપ ધારણ કર્યું. સુલસાની સખીઓએ સાથે આવવા ઘણું કહ્યું, પણ સુલસા ચલાયમાન ન થઈ. પોતાની ઇંદ્રજાળ વિદ્યાથી અંબડે ચોથે દિવસે પચ્ચીસમા તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. તીર્થંકર
અદ્ભુત રસની અનુપમ કથા : અંબડ રાસ *113