________________
ચંદ્રાવલી ચતુરલેઈ, યદા, ઉલાલ(ળ)ઈ રવિઠંદુક સદા, થાઈ દિવસ ઉલાળતલ, ઈ, ચંદમંડલ તવ થાઈ નિશિર્વાદ.”
કુશળ એવી ચંદ્રાવલીએ આ ચાર ગ્રહોને અત્યંત ચાતુરીથી રમાડ્યા. કવિ કહે છે કે સ્ત્રી-ચારિત્ર્યનો પાર કોણ પામી શકે?
ત્યાર બાદ, ચંદ્રાવલીએ આ દડાઓ અંબડને આપ્યા. સૂર્ય નજીક આવતા જ અંબડ બેભાન થઈ સૂર્યબિંબમાં પડ્યો. એટલે ચંદ્રાવલીએ અંબડ સહિત સૂર્યબિંબ સ્થિર કરી દીધું. આ સમયે સૂર્યપુત્ર – સૂર્યના સારથિને દયા આવી એટલે નાગડ અમૃત લેવા રોહિણીના ઘરે ગયો. પણ ચંદ્ર ચંદ્રાવલીના ઘરે હોવાનું જણાવ્યું. એટલે નાગડ ચંદ્રાવલી પાસે પહોંચ્યો, એટલે ચંદ્રાવલીએ તેને નાગપાશથી બાંધી લીધો. આ બાજુ, નાગડની બહેન નાગડને શોધતી ચંદ્રાવલીના ઘરે આવી. તેણે નાગડને વિદ્યાબળે બંધનમુક્ત કર્યો.
નાગડ ચંદ્રાવલીની માતા ભદ્રાવલી પર વેર લેવા તત્પર થયો. તેણે સૂર્યની સૂચનાથી કુંડલિનીની આરાધના કરી અને પ્રાપ્ત થયેલી શક્તિ વડે ભદ્રાવલીને મારી નાખી, આથી માનભંગ થયેલી ચંદ્રાવલીએ ચંદ્રને મુક્ત કર્યો. નાગડે ચંદ્ર પાસેથી અમૃત લાવી અબડને પાઈ સજીવન કર્યો. અંબડે સૂર્યની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા સૂર્યે અંબડને ઇન્દ્રજાલ અને આકાશગામિની વિદ્યાઓ આપી. નાગડે સૂર્યની સૂચનાથી શતશર્કરા ફળ લાવી આપ્યું અંબડને સૂર્યે ઇંદ્રજાલ અને આકાશગામિની વિદ્યા આપી.
અંબડ ચંદ્રાવલીને શિક્ષા કરવા માટે પુનઃ ચંદ્રાવલીને આંગણે આવ્યો. ઈન્દ્રજાલ વિદ્યાની મદદથી અંબડે શિવનું રૂપ ધારણ કર્યું. ઘરે શિવને આવેલા જોઈ ચંદ્રાવલીએ એમની આગતાસ્વાગતા કરી. થોડી વારે શિવ રડવા માંડ્યા. ચંદ્રાવલીએ પૂછ્યું એટલે કહ્યું કે પાર્વતી મૃત્યુ પામી છે, એટલે પોતે રડી રહ્યા છે. ચંદ્રાવતીએ સાંત્વન આપ્યું. એટલે શિવે કહ્યું, તું મારી પાર્વતી બનવા તૈયાર છે? ચંદ્રાવલી શિવજી સાથે કૈલાસ જવા તૈયાર થઈ. શિવજીએ એને દિવ્યરૂપ પામવા માટે કેશવપન, જૂનાં વસ્ત્રો પહેરવા, મોઢા પર કાજળ લગાડવું વગેરે શરતો મૂકી. કૈલાસ જવા માટે આ શરતો સાથે તૈયાર થઈ ગઈ. તે શિવજીની સૂચના પ્રમાણે તૈયાર થઈ. લોકો ચંદ્રાવલીના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. “ચંદ્રાવલી ઊંચું જોવા લાગી, ત્યાં વૃષભ ઊંચે ચઢ્યો. વૃષભે એને લાતો મારી. ચંદ્રાવલીને ખૂબ પીડા થઈ અને રડવા લાગી. તેણે કહ્યું : આ અવસર રમતનો નથી. સ્વામી, આ નવી નવી ચાલ ન કરો. ત્યારે
અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રસ *99