________________
આ એક એવી પ્રશિષ્ટ-ઉદાત્ત ક્રાંતિ છે જે કદીયે કાળપ્રવાહમાં કે સ્થળસીમાડાથી અસરગ્રસ્ત થઈ અપ્રભાવક કે લુપ્ત થવાની નથી પરંતુ તે ચિરકાળ લગી સાર્વભૌમિક રીતે હવે પછી આવનારી અનેકાનેક પેઢીઓને સંસ્કૃતાચાર્યના કહ્યા પ્રમાણે પ્રિય પત્નીની માફક ઉપદેશ / બોધ આપનારી કૃતિની માફક જનમ દ્વારા જિનધર્મમાં ઉન્નત બોધ કે મૂલ્યોથી અવગત કરશે. આ કાલજયી બનવાની સાથોસાથ જિનધર્મનાં મૂલ્યોને પણ લોકસ્મૃતિમાં સારધાર અંકિત કરી આપશે.
80 જૈન રાસ વિમર્શ