________________
નિરવંતા નયણાં ઠરઈ રે, ચાલત ગજગતિ ગેલિ – રાયજી ચંદ્રવદની મૃગલોયણી રે, સાચી મોહણ વેલિ – રાયજી || દા.
અને દમયંતીને વરવા આવેલા અન્ય રાજાઓની સાથેની સરખામણીમાં નળના ચરિત્રને ઉજ્વળતાને વર્ણવવા કવિ લખે છે :
બીજાં પણિ આયા તિહાં, ઠામ ઠામનાં ભૂપ નલ નડ સરિષઉ નિરષીયઉં, બીજે ડાભસરૂપ” ||પા તથા ઢાલ
ત્રીજી સ્વયંવર મંડપની શોભા વર્ણવવા સાથે (કડી ૧થી ૧૫) કડી ૧૬થી ૧૯ સુધી પણ નળની રૂપપ્રશંસા આલેખે છે :
“રાજન દીસઈ કલ્પવૃક્ષ, અથવા જાણે ઈંદ્ર પ્રત્યક્ષ આજ રઈ કાલિ નવ રોજ જણિ, પામી જઈ પુણ્ય પ્રમાણી” ||૧૬ાા. તથા “રવિ આગઈ તારા જેમ, નલ આગઈ બીજ તેમ કરતા દવદંતી આસ, નલ દેખી થયા નિરાસ” ||૧૮ll
કુલ ૩૪ કડીની લાંબી ઢાલ ચોથીમાં દમયંતીને પરણવા આવેલા પ્રત્યેક રાજાઓનાં કુલ, ગુણ, વંશાવળી પરિચય અને અંતે નળ દવદંતીના વિવાહનું આલેખન છે.
દવદંતી મન માનિયઉં, નલરાયચુ હરપેણ વરમાલા કંઠઈ વી, સુરગિરિ તારાની શ્રેણી રાજ રજા
પાંચમી ઢાલની તેર કડીઓ અને આઠ દુહામાં દવદંતીની શ્વસુરગૃહે વિદાય, વિદાયવેળા મા અને અન્ય સ્ત્રીવૃંદ દ્વારા શ્વસુરગૃહે રહેવાના આચાર વિચારની શિખામણ અને નળ-દવદંતીના સુખી દામ્પત્યજીવનની કથા છે.
છઠ્ઠી ઢાલમાં જૈનમુનિ દ્વારા નલદવદંતીને અપાતા ધર્મબોધ, તથા દંપતીનાં વિવિધ વ્રત તપની કથા ૨૦ કડી અને ૨ દુહામાં આલેખાઈ છે.
ખંડ-૧ની અંતિમ અને સાતમી ઢાલમાં ૯ કડીમાં નવપરિણીત એવાં નળદેવદતીના સુખી દામ્પત્યજીવનને વિગતે વર્ણવ્યું છે.
નલ દવદતી નારી, જોડી વિધાત્રા સરિષી નિરમાઈ આપ ઈ સહુ ઓસીસ, અવિચલ જોડી હુઈ જો નિરભઈ |૬ |
70 * જૈન રાસ વિમર્શ