SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે લક્ષ્મણના મૃતદેહને જુએ છે ત્યારે તે માનવાને તૈયાર નથી. માત્ર મૂછવશ જ છે એમ કહીને અંતિમ સંસ્કાર કરવા ન દીધા. લક્ષ્મણના શબને ઊંચકીને ગાંડાની જેમ ફરવા લાગ્યા આમ કરતાં છ માસ પસાર થયા. અંતે જટાયુ દેવે રામને સમજાવ્યા અને લક્ષ્મણશાબની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી. સંસારની અસારતા સમજી, શત્રુનને રાજ સોંપી રામે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. પરંતુ શત્રુને પણ દીક્ષા લેવા તૈયારી બતાવતા અનંગલવણના પુત્રને રાજગાદી સોંપી. રામ સાથે સુગ્રીવ, વિભીષણ તેમ જ બીજા સોળ હજર રાજાઓ, છત્રીસ હજાર રાણીઓએ સુવ્રત મુનિ પાસે દીક્ષા લીધી. કેટલાક સમય પછી રામને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે ઉપદેશ આપી અનેક જીવોનું કલ્યાણ કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામ્યા. મૂલ્યાંકન: રામકથા સુદીર્ઘ હોવા છતાં નવરસ વડે રસિક બનાવી કવિ આલેખવા માગે છે. આથી આ રસ કદની દૃષ્ટિએ મોટો બન્યો છે. કવિ સ્વયં રાસની અંતિમ ઢાલમાં કહે છે? નવ રસ પોષ્યા મહ ઈહાં, તે સુઘડો સમઝી લેજ્યો રે. સુદીર્ઘ કથાનકને લીધે કૃતિ માટે પ્રબંધ' કે “નિબંધ' જેવા શબ્દો પ્રયોજવામાં આવ્યા છે. રાસના પ્રત્યેક ખંડને અંતે આવતી પુષ્યિકામાં ‘ઇતિશ્રી સીતારામ પ્રબંધ....” એવા શબ્દો પ્રયોજ્યા છે. રામ, લક્ષ્મણ, સીતા, રાવણ, ભરત, હનુમાન, દશરથ રાજ વગેરેનું સુરેખ પાત્રાલેખન કવિ કરે છે. પ્રસંગ નિરૂપણમાં સુદીર્ઘ કથાનક હોવાને લીધે ક્યારેય ઝડપથી, કેટલાંક રસસ્થાનો વિકસાવ્યા વગર જતાં હોય તેમ લાગે છે. કેટલાંક વર્ણનો પરંપરાનુસાર છે, તો કેટલાંક મૌલિક કલ્પનાથી આલેખાયાં છે. ઉપમા, ઉàક્ષા આદિ અલંકારોથી પૂર્ણ કવિત્વમય વર્ણનો કૃતિમાં ઘણે સ્થળે જોવા મળે છે. ગર્ભવતી સીતાનું શબ્દચિત્ર કવિએ કેવું સુરેખ દોર્યું છે : વજુર્જર રાજ ઘરે, રહતી સીતા નારિ, ગર્ભલિંગ પરગટ થયો, પાંડુર ગાલ પ્રકાર થણમુખ શ્યામપણો થયો, ગુર નિતંબ ગતિ મંદ નયન સનેહાલા થયા, મુખ અમૃત રસબિંદ. 62 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy