________________
૧૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પ્રથમ ગાથાથી શુદ્ધ સમકિતી કહ્યા છે. તે ગાથા -
સમકીત સૂધૂ રે તેમને જાણીએ, જે માને તુજ આણ, સૂત્ર તે વાંચે રે યોગ વહી કરી, કરે પંચાંગી પ્રમાણ. સ. ૧TI
અર્થ :- શુદ્ધ સમકિતી કહેવાય જે તમારી આજ્ઞા માને. અહીં પ્રશ્ન થશે કે કઈ આજ્ઞા ? તો સમજાવે છે કે જે યોગવહન કરી સૂત્ર વાંચે અને પંચાંગી પ્રમાણ કરે તે આજ્ઞા. મતલબ કે સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અને ચૂર્ણિમાં જે કહ્યું છે તે સર્વ સત્ય કરી માને. વળી, સાહરરાજ અને દેવરાજના પ્રશ્નોત્તરના પત્રમાં પણ યશોવિજયજી ઉપાધ્યાયે પંચાંગી માનવી લખી છે. જુઓ -> “હવણાં છીન્ન પટ્ટસંધાનન્યાને દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વાચનાનુગત પંચાંગી શુદ્ધ આલંબતા કાંઈ ન્યૂનતા નથી.”
આમ ઉપર લખ્યા પ્રમાણે આજ સુધી સર્વ ગીતાર્થો સૂત્રપંચાંગી માનતા આવ્યા છે તેમજ અમો પણ માનીએ છીએ અને એ પૂર્વોક્ત પંચાંગી સૂત્રઅર્થ ઉભયરૂપ આગમ છે.
તેથી એ પંચાંગીમાં કહેલા આચારને આચરવું તથા સદુહવે તેને આગમઆચરણા કહીએ. તે આગમઆચરણાને કોઈ હઠાગ્રહી, અનંતસંસારી મિથ્યાદષ્ટિ કે દુર્લભબોધિ ન માને તો તેને જૈન કેમ કહેવાય? અને કદાચ પોતાના મુખથી જૈન નામ રાખે કે જેન બની જાય તોય તે જૈન નથી. સ્પષ્ટ છે કે વીતરાગના વચન ઉપર શ્રદ્ધા હોય તે જ જૈન કહેવાય, અન્યથા ન કહેવાય.” || આગમોક્ત આચરણા નિગમન નામનો પ્રશ્નોત્તર સંપૂર્ણ છે.
| ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર અપરનામ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયચ્છેદનકુઠારગ્રંથમાં પ્રશ્નોત્તરઆગમોક્તઆચરણાનિદર્શન
નામનો પ્રથમ પરિચ્છેદ પૂર્ણ ||