________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
इत्येषां च निश्चयसम्यग्दृष्टित्वेव सद्भूतार्थवादित्वादन्यग्रथितमपि तदनुयायि प्रमाणमेव, न पुनः शेषमिति ॥
અર્થ :- ગણધરદેવનું રચેલ તે સિદ્ધાંત, પ્રત્યેકબુદ્ધ રચિત તે સૂત્ર, ચૌદપૂર્વધર રચિત તે પણ સૂત્ર-સિદ્ધાંત કહેવાય. અભિન્ન-સંપૂર્ણ દશપૂર્વીનું રચેલ પણ સૂત્ર-સિદ્ધાંત કહેવાય. ગણધર આદિ સંપૂર્ણ દશપૂર્વધરના રચેલા સિદ્ધાંત અનુસાર બીજાના રચેલા પણ પ્રમાણ જ હોય. અલબત્ત પૂર્વોક્ત પૂર્વધરોને અનુસાર ગ્રંથરચના ન હોય તો તે પ્રમાણ ન ગણાય. ઇતિ તત્ત્વો (એ પ્રમાણે તત્ત્વ જાણવું.)
ઉપર લખેલાનું તાત્પર્ય એ છે કે ગણધરકૃત દ્વાદશાંગી અનુસાર શ્રત વિર-ચૌદપૂર્વધર રચે. ચૌદપૂર્વધર અનુસાર દશપૂર્વધર રચે. દશપૂર્વધર અનુસાર એકપૂર્વધર સુધીના મહાત્મા સૂત્ર-અર્થ-પંચાંગી રચે. તે પૂર્વધરના અનુસાર બહુશ્રુત ગીતાર્થના રચેલા વૃજ્યાદિ વ્યાખ્યાન પણ સભ્યશ્રુતપણે સમ્યગ્દષ્ટિને અંગીકાર કરવાયોગ્ય છે. વર્તમાનકાળમાં સૂત્રની જે પંચાંગી છે તે પૂર્વપંચાંગી અનુસાર જ છે. કારણ કે વર્તમાન વૃજ્યાદિકમાં ગ્રંથકાર લખે છે કે પૂર્વ વૃજ્યાદિક અનુસાર હું વૃત્તિ કરું છું. આવશ્યકવૃજ્યાદિકમાં પૂ. હરિભદ્રાચાર્ય લખે છે કે “ષિા વિદિ પૂનર્ટીાિરે મળિયા” આમ, પૂર્વપંચાંગી અનુસાર જ વર્તમાન પંચાંગી છે. અને તેને સર્વ ગીતાર્થ પ્રમાણ કરતાં આવ્યાં છે. મહામહોપાધ્યાય યશોવિજયજી પણ હૂંડીના સ્તવનમાં પૂર્વોક્ત પ્રમાણે પંચાંગીની વાત કહે છે.
સૂત્ર અરથ પહિલો બીજો કહ્યો, નિજુતીએ રે મીસ, નિરવશેષ ત્રીજો અંગ પંચમે, એમ કહે તું જગદીશ સ. ૧દો.
અર્થ :- ગુરુ જયારે શિષ્યને અર્થ આપે ત્યારે પ્રથમ શબ્દાર્થ જ આપે. તે આવડી ગયા પછી નિયુક્તિ અને નિક્ષેપ સહિત વ્યાખ્યાન કરી શીખવે. અર્થ આવડ્યા પછી સંગે-પ્રસંગે દષ્ટાંત, હેતુ, નય વગેરે બધું જ સમજાવે. એટલે ભાષ્ય-ટીકા અને ચૂર્ણિ એ ત્રીજી વ્યાખ્યામાં સમાય. આમ, યશોવિજયજીએ સૂત્ર-નિયુક્તિ પ્રમુખ પંચાંગી માનવી બતાવી લખ્યું કે હે જગદીશ આવું ભગવતીસૂત્રમાં તે કહ્યું છે. વળી, પંચાંગી માને તેને જ