________________
(ા પ્રસ્તાવના )) સર્વ સુજ્ઞ જૈનધર્મી બંધુઓને જાણ થાય કે આ ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર બીજું નામ ચતુર્થસ્તુતિનિર્ણયકુયુક્તિછેદનકુઠાર નામના ગ્રંથ રચવાનું કારણ એ છે કે :- મુક્તિમાર્ગપ્રકાશક સકલ દર્શન શિરોમણિ, શુદ્ધ સ્યાદ્વાદનભોમણિ એવો સર્વોત્તમ શ્રી જૈનધર્મ છે, તે આ પંચમકાળ હુંડા અવસર્પિણી પ્રમુખ પાંચ અનિષ્ટ નિમિત્તના યોગથી ખોટા ગચ્છ-મતના કદાગ્રહીઓએ પરભવનો ભય ન રાખી અનેક પ્રકારે સૂત્ર-પંચાંગી વિરુદ્ધ મતભેદ કરી, પૂર્વધર આચાર્યોની કથન કરેલ આચરણા છોડી કપોલકલ્પિત આચરણાનો પ્રચાર કરી પોતાની પૂજા-માન્યતા વધારી જૈનધર્મને ચારણી જેવો કરી નાખ્યો છે. તેમાંય સંતોષ ન થતાં ઢંઢકમતમાંથી નીકળી - જૈનધર્મથી વિરુદ્ધ પીળાં કપડાં ધારણ કરી આત્મારામજી ઉર્ફે આનંદવિજયજીએ સૂત્રાગમ, અર્થાગમ, પૂર્વધર આચાર્યોથી પરંપરાગત આવેલ ત્રણ થઈ તથા પૂજા-પ્રતિષ્ઠા કારણે પૂર્વાચાર્યોએ આચરણ કરેલી ચોથી થઈ દેરાસરમાં નિષેધ કરી - એકાંતે પ્રતિક્રમણ-સામાયિકમાં ચોથી થઈ સ્થાપન કરી - ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથની ચોપડી છપાવી પ્રસિદ્ધ કરેલ છે. ગુજરાત-માલવામારવાડના તટસ્થ શ્રાવકોએ એ ચોપડી વાંચતાં તેની અંદરની તમામ બાબતો એકપક્ષી તથા જૈનશાસ્ત્રથી વિરુદ્ધ દેખાણી. રાધનપુરના કેટલાક અજ્ઞ લોકોના કહેવાથી બનાવેલ તે ચોપડીમાં આત્મારામજીએ પ્રસ્તાવનામાં જ જૂઠું લખેલ છે, તો પછી તે આખી ચોપડીમાં કેટલું જૂઠું લખ્યું હશે ? કારણ કે પ્રસ્તાવનાના પાના-૮ પર લખ્યું છે કે :
“વિજય ધરણેન્દ્રસૂરિથી ખટપટ ચાલી, તેના પછી જાતે શ્રીપૂજય બની બેઠા, તથા ઉદેપુર રાણાના ફરમાનથી પાલખી-ચામર છીનવી લઈને જાતે જ સાધુજી બની ગયા.”
આવા જૂઠાં વાક્યોનો ખુલાસો શ્રાવકોથી અજાણ નથી. કારણ કે વિજય રાજેન્દ્રસૂરિજીએ કથન કરેલ હિતશિક્ષા શ્રી વિજય ધરણેન્દ્રસૂરિજીએ સ્વીકૃત કરી જાવરા શ્રીસંઘને નવ કલમનો સહીપત્ર લખી દીધેલ. તે સહીપત્ર જાવરા સંઘે છપાવી પ્રસિદ્ધ કરેલ, છતાં કોઈને શંકા હોય તો તે આહોરના