________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદકુઠાર
૪૨૧ આનો અર્થ બધા અરિહંતનું અનુષ્ઠાન ધર્મકથાદિ સઘળાએ સિદ્ધનું સિદ્ધપણું અવ્યાબાધાદિરૂપ ઇત્યાદિ તથા સઘલાએ જીવના માર્ગસાધનયોગ સામાન્ય કુશલ વ્યાપાર તે પ્રતે અનુમોદું. મિથ્યાષ્ટિના પણ ગુણસ્થાનકની અનુમોદના સમ્યગૂ વિધિપૂર્વક શાસ્ત્રને અનુસારે હો. Ilી તથા ___ पंचमनिशावदधिकतरो भौतकश्चरकपरिव्राजकादिधर्मस्तस्य मिथ्यात्वतमोभृत्वोपितादृक्षमाशमेंद्रियदमनसर्वजीवानुकंपापरिणामभवनिर्वेदादिरूपाधिक्योद्योतकत्वात् एतद्धर्माराधकास्तामलिक्षष्यादयो बहुशुद्धपरिणामाः प्रतिपादिताश्चागमेऽपि इति उपदेशरत्नाकरे ॥
આનો અર્થ શ્વેત (શુક્લ) પંચમીની રાત્રિની જેમ અધિકતર ઉદ્યોતક ચરક-પરિવ્રાજકાદિકનો ધર્મ છે, જે માટે તે ધર્મને મિથ્યાત્વરૂપ અંધકારે વ્યાપવાપણું થયે થકે પણ તથાવિધ ક્ષમા, ઉપશમ, ઇન્દ્રિયદમન, સર્વ જીવદયા પરિણામ, ભવનિર્વેદાદિરૂપ અધિક ઉદ્યોતકપણા થકી એ ધર્મના આરાધક તામલિકાધીશ્વર પ્રમુખ ઘણા શુદ્ધ પરિણામવંત સિદ્ધાંતને વિશે કહ્યા છે. જો તથા
पावंति जसं असमं जसावि वयणेहिं जेहिं परसमया । तुह समयमहोअहिणो ते मंदाब्बिन्दु निस्संदा ॥४१॥ इति धनपालपंचाशिकायां ॥
એનો અર્થ વિસંસ્થૂલપણે કરના સિદ્ધાંત ચન્દ્ર-સૂર્ય ગ્રહણાદિક રૂપ જેણે વચને કરીને યશ પામે છે તે વચનમંદ સ્મોક પ્રકાશક તારા સિદ્ધાંતરૂપ મહાસમુદ્રના બિંદુઓનો રસ. /પી તથા
सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणायरतुलं खलु तं सव्वं सुंदरं तम्मि ॥१॥ इति श्री हरिभद्रसूरिकृतोपदेशपदप्रकरणे ॥
એનો અર્થ બધાય પ્રવાદનું મૂલ બૌદ્ધ-નૈયાયિક-સાંખ્યાદિ દર્શનનું આદિ કારણ તે કોણ ? દ્વાદશાંગ કહ્યું. સિદ્ધસેનદિવાકરાદિકે એટલા માટે રત્નાકરને તુલ્ય શીરોદધિ પ્રમુખ સમુદ્રના સરખું નિક્ષે છે. માટે સઘલું જે કાંઈ પ્રવાદાંતરને વિશે સુંદર દેખાય તે દ્વાદશાંગી માંહેલું જાણવું. તેની અવજ્ઞા કરે તો તીર્થકરની અવજ્ઞા થાય. ૬. તથા