________________
૪૨)
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર इय पक्खय सुकयाणं बहूणमणुमोअणा कया एवं । अह नियसुचरियनियंसेमि संवेगरंगेणं ॥३१२॥ एमाइ अण्णंपिअ जिणवरवयणाणुसारि जं सुकडं । कय कारिय अणुमोइअ महयं तं सव्वमणुमोए ॥३१३॥ इत्याराधनापताकायां ॥
એનો અર્થ જિનશાસનને વિશે ભક્તિ કરીને તીર્થકરના જન્મ મહોત્સવ, મહાધીશ્વરના પારણાના મહોત્સવ પ્રમુખ દેવતા કરે છે તે અનુમોદું છું. તિર્યંચની દેશવિરતિ પર્યતારાધના તથા નારકીને સમ્યક્તનો લાભ અનુમોદું . બીજા જીવનું દાનરુચિપણું, સ્વભાવે વિનીતપણું, અલ્પકષાયીપણું, પરોપકારીપણું, ભવ્યપણું, દાક્ષિણતા, દયાલુપણું, પ્રિયભાષીપણું ઇત્યાદિ વિવિધ ગુણના સમૂહ મોક્ષમાર્ગનું કારણ તે સઘળું મુજને અનુમોદન હો. એવી રીતે પરનાં કીધાં ઘણાં તે સુકૃત તેનું અનુમોદવું હો, એવી રીતે પરનાં કીધાં ઘણાં જે સુકૃત તેની અનુમોદના કીધી અથવા પોતાના કીધા સુકૃતના સમૂહ તે સંવેગરંગે કરીને સંભારું છું. ઇત્યાદિ અન્ય પણ જિનવચન તે અનુસાર જે પુણ્યકરણી કરી કરાવી અને અનુમોદી હોય તે સઘલી અનુમોદું છું. //વા તથા
अविसव्वं चिय वीयरायवयणाणुसारि जं सुक्कडं । कालत्तयेवि तिविहं अणुणोएमो तयं सव्वं ॥५७॥ इति चतुःशरणप्रकीर्णके ॥
એનો અર્થ સંપૂર્ણ વીતરાગ વચનને અનુસાર જે સૂક્ત જિનભવન, જિનબિંબ કરાવવા, તેની પ્રતિષ્ઠા, પુસ્તક લખાવવા, તીર્થયાત્રા, સંઘવાત્સલ્ય, જિનશાસનપ્રભાવના, જ્ઞાનાદિકનું ઉપખંભ, ધર્મસાંનિધ્ય, ક્ષમા-માર્દવ-સંવેગાદિરૂપ મિથ્યાદષ્ટિ સંબંધી પણ માર્ગાનુસારી ધર્મકાર્ય ત્રણ કાળને વિશે મન-વચન-કાયાએ કરીને કર્યું, કરાવ્યું, અનુમોડ્યું હોય તે સઘળું અનુમોદું છું. //રા તથા
अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुढाणं सव्वेसि सिद्धाणं सिद्धभावं एवं सव्वेसिं इंदाणं सव्वेसिं जीवाणं मग्गसाहणजोगे होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुव्विआ ॥