________________
૪૧૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
કાયોત્સર્ગ પૂર્વાચાર્યો પ્રતિપાદન કરે છે. પણ પ્રતિદિન પ્રતિપાદન કરતાં નથી. વળી શ્રી વજસ્વામીજીએ પણ એક જ વાર કાયોત્સર્ગ કર્યો હતો, પરંતુ પ્રતિદિન કાયોત્સર્ગ ન કર્યો. તે માટે શ્રી વજસ્વામીજીએ અધિકાઈ કરી પાક્ષિક પ્રમુખ મહાપર્વાદિકના નિત્ય કાયોત્સર્ગ નિષેધ કરી નિત્ય પ્રતિદિન સ્થાપન કરે તેને મહામૂર્ખામાં શિરોમણી જાણવો. અને પાક્ષિક પ્રમુખમાં પૂર્વોક્ત કારણે ક્ષતેદેવતાદિકના કાયોત્સર્ગો કરીએ છીએ તે વાર્તા આવશ્યકનિર્યુક્તિ પ્રમુખ અનેક જૈન ગ્રંથોની સાક્ષીથી કરીએ છીએ. તેમના પાઠ અમો ઉપર લખી આવ્યા છીએ તે શ્રુતજ્ઞાની મહાપુરુષોના વચન જો તો તે અન્નજીવને સમજાવવાને અર્થે શું શ્રી મહાવિદેહક્ષેત્રથી કેવલજ્ઞાની આવશે ? માટે અમો બહુ દીલગીરીથી લખીએ છીએ કે તમે પૂર્વધર પૂર્વાચાર્યોના વચન ઉત્થાપીને નવી નવી મનમાની આચરણા કરવાની ચાહના રાખો છો કે નિત્ય પ્રતિદિન પ્રતિક્રમણમાં કારણ વિના દેવતાઓની સહાય લેવાને અર્થે કાયોત્સર્ગ અને તેમની સ્તુતિઓ કરવી તે ક્રિયા પૂર્વધરાદિક શાસ્ત્રમાં લેખ દેખીને કરો છો ? વલી કયા શાસ્ત્રમાં એવો પાઠ લખ્યો છે કે સામાયિક પ્રતિક્રમણમાં પુત્ર-કલત્રાદિકની યાચના તથા વૈરીદલન નિમિત્તે સમ્યગ્દષ્ટિ દેવતાઓના તથા ક્ષેત્રદેવતા પ્રમુખ કાયોત્સર્ગ કરવા અને તેઓની સ્તુતિ કરતાં પાપ નથી લાગતું ? તે અમને બતાવી દ્યો.
इति श्रीचतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदनकुठारे श्रुतसमृद्धि वा क्षेत्रावग्रहाज्ञानिमित्त पाक्षिकप्रमुखदिवसे श्रुतक्षेत्रदेवतादिकायोत्सर्गनिदर्शनो नाम पंचदशः परिच्छेदः ॥ अथ श्री षोडशः परिच्छेदः
પૂર્વપક્ષ :- સમ્યવૃષ્ટિ વૈયાવૃત્ત્વાતિ રનેવાલે દેવતાયાંજા ાયોત્સર્ગ करना और चोथी थुई में तिनकी स्तुति करणी तिससे जीव सुलभबोधि होने के योग्य महा शुभकर्म उपार्जन करता है, और तिनकी निंदा करने से जीव दुर्लभबोधि होने योग्य महापापकर्म उपार्जन करता है । ऐसा पाठ श्री ठाणांगजी सूत्र में है ।