________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
संवत्सरी रूप महापर्वों के दिनों में तथा प्रव्रज्याविधि अरु प्रतिष्ठाविधि में पूर्वोक्त देवतायों का कायोत्सर्ग करने से भी महामिथ्यात्व और महापाप तुमको लगना चाहिये ?
૪૦૯
ઉત્તરપક્ષ :- પૂર્વધર તથા પૂર્વાચાર્યોના ગ્રંથોના પાક્ષિક, ચાતુર્માસી, સાંવત્સરી રૂપ મહાપર્વોના દિવસોમાં તથા પ્રવ્રજ્યા, પ્રતિષ્ઠાદિ વિધિમાં પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ કરવા કહ્યા છે. પણ પ્રતિદિન કરવાના કહ્યા નથી. તે સર્વ વાર્તા શંકા-સમાધાનપૂર્વક અને શાસ્ત્રોની સાક્ષીથી અમે ઉપર લખી આવ્યા છીએ. તેમ જ તે પૂર્વધરાદિકની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ. તેથી મહામિથ્યાત્વ તથા મહાપાપ અમને તો લાગતું નથી, પણ તમને જ લાગે છે. કેમ કે પૂર્વધર પૂર્વાચાર્યોની આજ્ઞા તો પૂર્વોક્ત કારણ વિના પ્રતિદિનની નથી. ને તમે તો આજ્ઞાભંગ કરીને પ્રતિદિન પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ કરો છો તો તમે વિચારો કે અન્ય કોઈક દિન એકવાર પણ પૂર્વધરાદિકની આજ્ઞાભંગનો દોષ અનંતસંસારવૃદ્ધિનો જૈનશાસ્ત્રોમાં કહ્યો છે, તો નિત્ય પ્રતિદિન અવશ્યમેવ અરિહંતાદિકની આજ્ઞા ખંડન કરે તો તે મિથ્યાદષ્ટિ મહાઅધમ અજ્ઞાની કહેવો જોઈએ. એટલું તો તમે જાણતાં હશો. એ વાર્તાનો જો તમે તાદશ વિચારપૂર્વક ખ્યાલ રાખશો તો પાક્ષિક પ્રમુખ મહાપર્વ તથા પૂર્વોક્ત કારણ વિના નિત્ય પ્રતિદિન પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ કરવા તે બહુ અયોગ્ય છે. એમ આપ આપના આત્માથી સમજી જશો. અમારે પણ સમજાવવાની જરૂર પડશે નહિ. તથા દશપૂર્વધર શ્રી વજસ્વામીજીએ ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ કર્યો એવો લેખ આવશ્યકચૂર્ણિમાં છે. તે પાઠ ઉપર લખી આવ્યા છીએ. તેમાં કોઈ મુગ્ધજીવ એમ કહે છે કે શ્રી વજસ્વામીજી તો અતિશય યુક્ત હતાં તે માટે તેઓને તો એક જ વાર કાયોત્સર્ગ કરવાથી ક્ષેત્રદેવી પ્રત્યક્ષ થઈને આજ્ઞા દેઈ ગઈ હતી. અને હમણાં તો પાક્ષિક પ્રમુખ મહાપર્વાદિકમાં નિત્ય કરે છે તોપણ ક્ષેત્રદેવી પ્રત્યક્ષ થતી નથી. તે માટે નિત્ય પ્રતિદિન કાયોત્સર્ગ કરવો યુક્ત છે. તેનો ઉત્તર લખીએ છીએ. શ્રી વજસ્વામીજી તો અતિશયયુક્ત હતા તેથી ક્ષેત્રદેવી પ્રગટ થઈ આજ્ઞા દઈ ગઈ ને હમણાં તેવો અતિશય નથી. તેથી ક્ષેત્રદેવી પ્રગટ થતી નથી. તે કારણથી જ પાક્ષિક પ્રમુખ મહાપર્વોમાં નિત્ય આજ્ઞા નિમિત્તે ક્ષેત્રદેવતા પ્રમુખનો