________________
૩૯૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
समाधानरूपा अनूपा अछुद्रान्मनेकांतधास्याद्वादांकमुद्रा । त्रिधा सप्तधा द्वादशांगीवक्खानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥४॥ अकोपा अमाना अदंभा अलोभा, श्रुतज्ञानरूपीमतिज्ञानशोभा । महापावनाभावनाभव्यमानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥५॥ अतीता अजीता सदानिर्विकारा, विषवाटिकाखंडनीखड्गधारा । पुरा पापविच्छेदकी कृपानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥६॥ अगाधा अबाधा निरंध्रा निरासा, अनंता अनादिश्वरीकर्मनाशा । निःशंका निरंका चिदंका भवानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥७॥ अशोका मुदोका विवेकी विधानी, जगज्जंतुमित्रा विचित्रावसानी । समस्तावलोका निरस्ता निदानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥८॥
એ અષ્ટકમાં જેમ જિનવાણીનું પર્યાયાંતર નામ વાગેશ્વરી પ્રતિપાદન કર્યું તેમ સંસારદાવા પ્રમુખ સ્તુતિ-સ્તોત્રાદિકમાં દેવી ભગવતી, સરસ્વતી, શારદા, બ્રહ્માણી, બ્રહ્મસુતા પ્રમુખ જે-જે પર્યાયાંતર નામે કરી જૈનશાસ્ત્રોમાં નમસ્કારાદિ કર્યા છે તે સર્વે જિનવાણીને જ સંભવે છે, પણ વ્યંતરાદિ પ્રકાર દેવી-દેવતાને સંભવતા નથી. કેમ કે આવશ્યકવૃજ્યાદિકમાં કુરિય વધે છે એટલે ગુણાધિકને વંદન કરવું કહ્યું છે, પણ ન્યૂન ગુણવાળાને કહ્યું નથી. તો સુવિહિત ગચ્છક્રિયાના ધોરી શ્રી હરિભદ્રસૂરિજી તે છઠ્ઠા ગુણઠાણાના ધણી તે પાંચમા ગુણઠાણાવાળાને નમસ્કાર ન કરે તો ચોથા ગુણઠાણે રહ્યા દેવી-દેવતાને નમસ્કારાદિક કેમ કરે ? તે બુદ્ધિવંતોએ વિચારવું થાય છે. વધારે લખવાની શું જરૂર છે ?
પ્રશ્ન :- શ્રી તીર્થંકરદેવ પણ સમવસરણમાં બેસતાં નમો હિન્દુસ્સ એ વચને કરી ચતુર્વિધસંઘને નમસ્કાર કરે છે તો સમ્યગ્દષ્ટિ દેવ-દેવી પણ ચતુર્વિધ સંઘને અંતભૂત છે. એ અપેક્ષાએ તીર્થંકરદેવ પણ સમ્યગ્દષ્ટિ દેવતાઓને નમસ્કાર કરે છે, તો બીજા સાધ્વાદિક કરે તેમાં તો શો દોષ ?
જવાબ:- શ્રી તીર્થંકરદેવ નમો તિત્થસ એ શબ્દવડે શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે. શા માટે? કે નમસ્કાર છે તે ઇષ્ટદેવને થાય અને તીર્થકરોને શ્રુત