________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
સમકિતશલ્યોદ્વાર પૃષ્ઠ-૭૮માં એવી રીતે લખ્યો છે તે પાઠપૂર્વક અર્થ જેમ છે તેમ લખીએ છીએ. II “નમો સુગરેવયા'' || એ સૂત્ર કરીને ગણધરદેવે જિનવાણીને નમસ્કાર કર્યો છે. । એ રીતે પોતાને હાથે શ્રુતદેવીનો અર્થ જિનવાણી લખીને હવે ભોળા લોકોને ભ્રમજાળમાં ફસાવવા પૂર્વોક્ત કૂડા લેખ લખ્યા છે. તે પોતાની મૂર્ખતારૂપ વિદ્વત્તાને પ્રગટ કરી છે. તે ભવ્યજીવ અપક્ષપાતી જનોને ચિંતનક૨વા યોગ્ય છે. તથા શ્રી હરિભદ્રસૂરિજીએ સ્તુતિસ્તોત્રરૂપે સંસારદાવાની સ્તુતિસ્તવના કરી છે તેમાં આમૂલાલોલધેલી ઇત્યાદિ ચોથી થોય રચી છે તે પણ જિનવાણીરૂપ શ્રુતદેવતાની છે. કેમ કે તેમાં ભવવિરહવરં દેહિ મે દેવી સારું | એ વાક્યે કરી દેવીની પાસે સંસારનો વિરહ એટલે વિજોગ અર્થાત્ મોક્ષની યાચના કરી છે. તે જિનવાણીરૂપ શ્રુતાધિષ્ઠાતૃ શ્રુતદેવતા વિના બીજી વ્યંતરાદિ પ્રકાર શ્રુતદેવી મોક્ષદાતા જૈનસિદ્ધાંતોમાં કહી નથી તેથી. શ્રી હરિભદ્રસૂરિજીએ જિનવાણીરૂપ શ્રુતદેવતા પાસે મોક્ષ માંગ્યો છે, પણ વ્યંતરાદિ પ્રકાર શ્રુતદેવતા પાસે મોક્ષ માંગ્યો સંભવતો નથી. અને અમલદલકમલાગા૨-ભૂમિનિવાસે તથા વરકમલકરે ઇત્યાદિ વિશેષણો છે તે ઉપમારૂપે છે એટલે તીર્થંકરના મુખરૂપ કમલના ઘરમાં વાસ છે જે વાણીરૂપ શ્રુતદેવીનો ઇત્યાદિ વૃત્તિપરંપરાનુભવે તે સર્વ ઉપમારૂપ વિશેષણોના અર્થ સંભવે છે. તથા શ્રી ભગવતીસૂત્રમાં જેમ જિનવાણીનું નામ શ્રુતદેવી પ્રતિપાદન કર્યું છે તેમ પ્રાચીનાચાર્યકૃત વાંગ્યાષ્ટકમાં જિનવાણીનું વાગેશ્વરી નામ પ્રતિપાદન કર્યું છે.
तथा च तत्पाठः ॥
जिनावदेशजाता जिनेन्द्रा विख्याता, विशुद्धा प्रबुद्धाननालोकमाता । दुराचारदुरनैहराशंकराणी नमो देविवागेश्वरी जैनवाणी ॥१॥ सुधा धर्मसंसाधनी धर्म्मशाला, मुधा तापनिर्नाशनी मेघवाला । महामोहविध्वंसनी मोक्षदानी, नमो देविवागेश्वरी जैनवाणी ॥२॥ अंखेवृक्षशाखावितीताभिलाषा, चिदानंदभूपालकीराजधानी । नमो देविवागेश्वरी जैनवाणी ॥३॥
૩૯૪