________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૯૧ मलयगिरिकृतबृहत्क्षेत्रविचारटीकायामिति । तथा चतुर्विंशतिजिनयक्षिण्यस्तु व्यंतरविकायांतर्गताः एव संभाव्यते यत उक्तं संग्रहणीसूत्रे वंतरपुण अट्ठविहा पिसायभूआ तहा जक्खेत्यादि तथा षट्पंचाशद्दिक्कुमार्यस्तु श्रीआवश्यकचूर्णौ षट्पंचाशदिक्कुमारीणां ऋद्धिवर्णने वाणमंतरेहिं देवेहिं देवीहिं सद्धि संपरिवुडा इत्याधुक्तानुसारेण व्यंतरनिकायांतर्गता ज्ञायंत इति तथा शासनदेवी तु जिनयक्षिण्येव नापरेति तथा सरस्वती श्रुतदेवी तु पर्यायांतरमिति ज्ञायते परं कुत्रापि तथायुर्माननिकायादि न दृश्यत इति ॥
એ પાઠમાં તપાગચ્છના નાયક શ્રી સેનસૂરિજીએ પ્રશ્નોત્તર કર્યો કે સરસ્વતી અને શ્રુતદેવી એ બે પર્યાયાંતર નામ જણાય છે, પરંતુ તેના આયુના પ્રમાણ તથા નિકાયાદિ જૈનશાસ્ત્રોમાં કોઈ ઠેકાણે દેખાતા નથી. એ અભિપ્રાપથી ૧ શ્રુતદેવી કહો તથા સરસ્વતી કહો ઇત્યાદિ અનેક પર્યાયનામ જિનવાણીનાં જ સંભવે છે. અન્યથા જો વ્યંતરાદિ નિકાયમાં શ્રુતદેવી હોય તો તેના આયુર્માન તથા નિકાયાદિક પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા જોઈએ.
તથા શ્રી અમદાવાદમાં પાંજરાપોળના જ્ઞાનભંડારમાં પ્રાચીનાચાર્યકૃત સાધુપ્રતિક્રમણસૂરીસ્તબક નામના જીર્ણ પુસ્તકમાં શ્રુતદેવ તીર્થંકરગણધરાદિકને કહ્યાં છે. તે જેમ છે તેમ અક્ષર લખીએ છીએ.
सुयदेवयाणं आसायणाए ।
અર્થ - સુય. શ્રુતદેવ તીર્થકર તથા ગણધરાદિક. તેહની આશાતના કરી હુએ તે.
તથા ધીરવિમલજીશિષ્ય નયવિમલજી અર્થાત્ જ્ઞાનવિમલસૂરિજીકૃત પ્રતિક્રમણ સૂત્રસ્તબકમાં શ્રુતદેવીને જિનવાણી કહી છે. तत् भाषा पाठ : सुयदेवयाए आसायणाए
અર્થ:- શ્રુતદેવતા વીતરાગની વાણી પાંત્રીસ વાણીગુણયુક્ત હતી તો કેમ પાખંડી પ્રતિબોધાતા નથી ? ઇત્યાદિ રૂપ તથા મૃતદેવી શાસનાધિષ્ઠાયિકાની.