________________
૩૯૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
‘‘દેવાાં આસાવળાÇ વેવીનું સમાયાળÇ'' એ પાઠમાં દેવ-દેવી સંબંધી આશાતનાના અતિચાર કહી ચૂક્યા અને વલી ‘મુયવેવી આસાયળાપ્’' એ કહેવાનું શું કારણ છે ? કોઈ કહેશે કે એ વાણીની અધિષ્ઠાતા છે. તે કહીએ કે બીજા પણ શાસનના અધિષ્ઠાતા છે. આશાતના તો બધાયની ન કરવી, એક અધિષ્ઠાતાને જુદો પાડીએ તો બીજાને પણ જુદા પાડવા પડે. માટે વાણીને જ શ્રુતાધિષ્ઠાત્રી કહેવાશે. તેની આશાતનાને માટે જુદો અતિચાર છે. અને જે વ્યંતરદેવી છે તેનો તો અતિચાર ‘“રેવાળ આસાયાણ કેવીાં આસાયળા'' આ પાઠમાં અતિચાર જાણવો. અન્યથા ભિન્ન પાડવાથી તો વેયાવચ્ચગરાણં આસાયણાએ એમ પણ જોઈએ. તથા ઉપચારે વ્યંતરાદિ પ્રકારની શ્રુતદેવી ગ્રહણ કરીએ તોપણ સ્તુતિ-નમસ્કાર તો જિનવાણીના જ સિદ્ધ થાય. જેમ તીર્થ શબ્દે શ્રી ભગવતીજીમાં ચતુર્વિધસંઘ કહ્યો, પણ આધારઆધેયભાવસંબંધે કરી કચિત્ અભેદે ચતુર્વિધસંઘને નમસ્કાર તે શ્રુતને નમસ્કાર જાણવો. શ્રુતે કરીને જ તે સંઘને નમસ્કરણીયપણાથી, એમ અહીં પણ શ્રુતાધિષ્ઠાતૃ અંતરાદિક પ્રકારની વિજ્ઞપ્તિ પણ જિનેન્દ્રવાણીને જ જાણવી. પછી બહુશ્રુત નિરીહપણે કરી કહે તે પ્રમાણ.
પૂર્વપક્ષ :- આવશ્યક‰હવૃત્તિમાં તો શ્રુતદેવીની આશાતના વર્જવી એવો સાધારણ અર્થ છે, પણ શ્રુતદેવી તે જિનવાણી છે કે વ્યંતરાદિ પ્રકારની બીજી કોઈ દેવી છે એમ સ્પષ્ટ નિર્ધાર વિના શ્રુતદેવી તે જિનવાણી છે એમ કહો છો તે તમારી મનકલ્પનાએ કહો છો કે પૂર્વપુરુષોના લેખના આધારથી કહો છો ?
જવાબ ઃ- પૂર્વપુરુષોના લેખના આધારથી શ્રુતદેવીને જિનવાણી કહીએ છીએ. તથાદિ શ્રીસેનપ્રો- તત્વા:
तथा श्रीहीप्रभृतिदेव्यश्चतुर्विंशतिजिनयक्षिण्यः षट्पंचाशद्दिक्कुमार्यः सरस्वती श्रुतदेवी शासनदेवीत्येतासां मध्ये का भवनपतिनिकायवासिन्यः काश्च व्यंतरनिकायवासिन्य इति साक्षरं व्यक्त्या प्रसाद्यमिति प्रश्न । श्रीह्रीप्रभृतिपदेव्यो भवनपतिनिकायांतर्गता इति