________________
૩૮૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ભાવાર્થ - એમાં પણ ચૈત્યવંદનાનંતર અર્ધનિબુડિત સૂર્ય પ્રતિક્રમણ ઠાઈ સામાયિકસૂત્રો કહે એ દેવસિપ્રતિક્રમણ કાલ કહ્યો. અને રાત્રિ પ્રતિક્રમણાનંતર ૧૦ પડિલેહણા કરે સૂર્ય ઉદય થાય એ સ્વાભાતિક પ્રતિક્રમણ કાલ કહ્યા પછી ચૈત્યવંદના કરી બહુવેલ સંદિસાવે કહ્યું પણ પ્રતિક્રમણકાલમાં ચૈત્યવંદના ન કહી. તેથી આ ગ્રંથનો અભિપ્રાય કેટલોક આવશ્યકચૂર્ણિકારાદિથી મળતો જણાય છે. કેમ કે આવશ્યકચૂર્ણિકારાદિક કહે છે કે જો નિકટ ચૈત્ય હોય તો ચૈત્ય વાંદે, નહીંતર પડિલેહણા કરે. તથા વાચનાંતરે એક શક્રસ્તવે કરીને પણ જઘન્ય ચૈત્યવંદના કહી. તેથી પ્રતિક્રમણમાં આદિઅંત નમસ્કાર શિકસ્તવ કરી સામાન્ય ચૈત્યવંદના સંભવે પણ વિશેષ ચૈત્યવંદના તો ચૈત્યમાં જ સંભવે. કારણ કે ન વેડ્યાળિ મલ્થિ તો વંગ્નિ આ વચનથી સર્વ ગ્રંથોમાં પ્રાય ચૈત્યોમાં જ ચૈત્યવંદના લખી છે. માટે શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીએ પણ ગર્ભહેતુસ્વાધ્યાયમાં બાર અધિકાર સહિત વિસ્તારે દેવવંદના કહી છે તે પણ જિનગૃહસંબંધી જાણવી, પણ પ્રતિક્રમણ સંબંધી ન જાણવી. કેમ કે ઉપર લખેલા બહુ શાસ્ત્રોમાં વિસ્તારથી નિરંતર જિનગૃહમાં ત્રણ થોય પૂર્વક તથા પૂજા-પ્રતિષ્ઠાદિ કારણે ચતુર્થ સ્તુતિ સહિત ત્રણ થોય પૂર્વક ચૈત્યવંદના કરવાની કહી છે. અને પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કરવાની કહી છે. સર્વ આચાર્યોનો એક જ મત છે, તેથી સુજ્ઞ જન ભવભીરુ પુરુષોને તો શાસ્ત્રની સૂચનામાત્રથી બોધ થઈ જાય છે, જયારે બહુ ગ્રંથોના લેખ દેખે ત્યારે તો તેઓને કિંચિત્માત્ર પણ કદાગ્રહ રહેતો નથી. તે માટે અહીં બહુ નમ્રપણે આત્મારામજી આનંદવિજયજીને કહીએ છીએ કે શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી મ. સા.ના કથન પ્રમાણે વર્તવાની ઇચ્છા હોય તો પ્રથમ તો તમે :
સૂત્ર વિરુદ્ધ આચરે થાપે અવિધિના ચાલા રે, તે અતિ નિબિડ મિથ્થામતિ, બોલે ઉપદેશમાલા રે ||૧|
એ વચનને પ્રમાણે કરો પછી શ્રી પ્રતિમાશતકમાં ઉપાધ્યાયજીએ શ્રી કલ્પભાષ્ય સિદ્ધાંતની સાક્ષીએ ત્રણ થોયની ચૈત્યવંદના કહી તેને અંગીકાર