________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના રાખશે. કદાચ કોઈ વિદ્વાન તેમના મુખથી એવું બોલશે કે “ચિંતો વા दधिमाषभोजने कृश्ना विविच्यते । तस्मादयं ग्रंथो ग्रंथकर्तुस्सुज्ञतामपि રજ્ઞા યંતીતિ' અર્થાત જો આખાએ ગ્રંથની ભૂલો કાઢવા બેસીએ તો એક નાનો ગ્રંથ બની જાય. માટે આત્મારામજીના હિતોપદેશ ચતુર્થસ્તુતિનિર્ણયની ફક્ત થોડીક જ મુદ્દાની અશુદ્ધિ દર્શાવી છે.
આ બધી વાત શ્રી ધનવિજયજીના મુખથી શ્રવણ કરીને અમે સર્વ શ્રાવકોએ નિશ્ચય કર્યો કે જ્યારે ચતુર્થસ્તુતિનિર્ણયચ્છેદન ગ્રંથ બનાવીને મહારાજ સાહેબ અમને આપશે ત્યારે તે ગ્રંથ છપાવીને દેશ-દેશાવરના શ્રાવકો અને વિહાર કરતાં સાધુઓને જાણવાના અર્થે પ્રગટ કરશું. અને આત્મારામજીના હિતાર્થે તમામ હિતવચનો પણ એ ગ્રંથની પ્રસ્તાવનામાં લખી જણાવશું. જેના કારણે આત્મારામજીએ જાણી અપક્ષપાતી થઈ પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરી શુદ્ધ ગુરુ પાસે ચારિત્રો પસંપદ (ફરીદીક્ષા) લઈ પોતાનું આત્મકલ્યાણ કરશે.
વળી, તેમના પર મુનિરાજશ્રી ધનવિજયજીનો પણ ઘણો ઉપકાર થશે. પૂર્વધર અને પૂર્વાચાર્યોની ચલાવેલી સામાચારીનો નિષેધ કરી, મનોકલ્પિત સામાચારી ચલાવવાથી કેટલાક અણસમજુ જીવોના ચિત્ત વ્યર્ડ્સાહિત થઈ જાય છે. પૂર્વાચાર્યોથી વિરુદ્ધ નવી પ્રવૃત્તિ દેખાવાથી કેટલાક જીવોની શ્રદ્ધા ભ્રષ્ટ થઈ જાય છે. તેથી તે જીવ ધર્મકરણી કરવાનો ઉદ્યમ છોડી દે છે. એવી રીતે વીતરાગના માર્ગમાં ઉપદ્રવ કરવાનો ઉદ્યમ આત્મારામજી છોડી દેશે તો તેમને બહુ લાભ થશે અને જૈનમાર્ગમાં શુદ્ધ નિર્દોષ પ્રવૃત્તિ ચાલવાથી શાસનનો પણ રૂડો પ્રભાવ દેખાશે. એવો અમારો અભિપ્રાય છે. હવે સર્વ દેશના શ્રાવક અને સાધુઓને અમારી એક નીચે મુજબ વિનંતી
મહાપુરુષો દીર્ઘદ્રષ્ટિથી મત્સરતા છોડી પ્રિય વચન બોલવું જ ઉચિત ગણે છે. પણ અપ્રિય વચન ઉચિત ગણતાં નથી. કારણ કે દુર્જનના માથે શીંગડા ઉગતાં નથી. અને સજ્જનના હાથમાં કમળ ઉગતા નથી. પણ તેમના વચનથી તેમના કુળ, જાત અને મહત્તાનું અનુમાન થાય છે. સર્જન