________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૬૧
ભાવાર્થ :- પહેલાં જે સામાન્ય પ્રકારે પ્રતિક્રમણની સામાચારી કહી હતી તે એ છે કે શ્રાવક પોતાના ગુરુની સાથે તથા એકલો જાવંતિ ચેઇયાઇ ૧ જાવંત કેવિ સાહૂ ૨ એ બે ગાથા અને સ્તોત્રપ્રણિધાન વર્જીને શક્રસ્તવ પર્યન્ત ચૈત્યવંદના કરીને ચાર ક્ષમાશ્રમણ કરીને આચાર્યાદિકોને વંદન કરીને ઉપર માથું લગાડીને “સવ્વસવિ દેવસિય” ઇત્યાદિ દંડકથી સમસ્ત અતિચારોના મિથ્યાદુષ્કૃત દે.
એ પાઠમાં જાવંતિ પ્રમુખ સ્તોત્ર-પ્રણિધાન વર્જીને ચૈત્યવંદના કહી તે શક્રસ્તવ પર્યંત જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. કેમ કે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના બે પ્રકારની જૈન ગ્રંથોમાં કહી છે. એક તો નમસ્કાર-શક્રસ્તવ જાવંતિ પ્રમુખ સ્તોત્રપ્રણિધાન સહિત અને બીજી જાવંતિ પ્રમુખ સ્તોત્રપ્રણિધાન રહિત નમસ્કાર શક્રસ્તવ પર્યંત ૨ એ બે જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદનામાં ભોજન સમયની ૧, ભોજન પછીની ૨, સૂવાના સમયની ૩, સૂતાં ઊઠ્યા પછીની ૪ એ ચાર ચૈત્યવંદના તો જાવંતિ પ્રમુખ સ્તોત્રપ્રણિધાન સહિત જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના હોય.
૨
यदुक्तं श्रीप्रद्युम्नसूरिकृतसामाचार्याम् ।
गाथा
तओ अ इरियाचेइअवंदिअसक्कत्थयजावंतिपयं । पणिहाणं जाव एवं भोयण संवरसयणपडिबोहति ॥ ४६ ॥ ભાવાર્થ :- ત્યારપછી ઇરિયાવહી કરી ચૈત્યવંદન એટલે નમસ્કાર કહી શક્રસ્તવ જાવંતિ પ્રમુખ યાવત્ પ્રણિધાન કહે એમ ભોજનસંવરસયનડિબોહ એટલે સૂતાં ઊઠ્યાં પછી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ચૈત્યવંદના કરવી. એટલે સ્તોત્રપ્રણિધાન સહિત પૂર્વે પ્રથમ કહેલી જઘન્યોત્કૃષ્ટ નામની ચૈત્યવંદના કરવી અને પ્રતિક્રમણના આદિ-અંતમાં જાવંતિ પ્રમુખ સ્તોત્ર પ્રણિધાન રહિત શક્રસ્તવ પર્યંત ચૈત્યવંદના કરવી અને પૂર્વે કહેલી બીજી જાવંતિ પ્રમુખ સ્તોત્ર પ્રણિધાન રહિત શક્રસ્તવ પર્યંત ચૈત્યવંદના પ્રતિક્રમણના આદિ-અંતમાં કરવી, એ વિધિપ્રપાના પાઠનો અભિપ્રાય છે. પણ આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૮૮માં વિધિપ્રપાના પાઠની ભાષાને અંતે લખે છે કે “સ વિધિ મેં પડિમળે હી આવિ મેં
-