________________
૩૬૦
'ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર व्याख्या - तत्रादौ चैत्यवन्दन-अरिहंत चेइयाणमित्यादि पश्चाच्चत्वारि क्षमाश्रमणानि भगवान्-सूरि-उपाध्याय-मुनिફાવિરૂપાળ
એવી રીતે પાટણનગરના ફોફલિયાવાડાના ભંડારમાં વર્તમાનથી પૂર્વકાળવર્તી પૂર્વાચાર્યકૃત સામાચારી અને યતિદિનચર્યામાં પ્રતિક્રમણના આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે, પણ ચાર થાયથી ચૈત્યવંદના કહી નથી. તથા વૃંદાવૃત્તિ પાઠ :
प्रतिक्रमणविधिश्च योगशास्त्रवृत्त्तर्गताभ्यः चिरंतनाचार्यप्रणीताभ्यो गाथाभ्योऽवसेयः । पंचविहायारविसुद्धिहेउमिह साहु सावगो वावि । पडिक्कमणं सह गुरुणा गुरुविरहे कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइए खमासमणे । भूमिनिहिअसिरो सयलाइआरमिच्छामिच्छोक्कडं देइ ॥२॥
એ વૃંદાવૃત્તિ શ્રાવકના પડાવશ્યકની ટીકામાં પણ પ્રતિક્રમણના આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે પણ ચાર થઈની ચૈત્યવંદના કહી નથી. તથા શ્રી હેમચન્દ્રસૂરિજીકૃત શ્રી યોગશાસ્ત્રમાં ચિરંતન પૂર્વાચાર્યોની રચી ગાથાએ કરીને પ્રતિક્રમણની વિધિ લખેલી છે તેમાં દેવસિ પ્રતિક્રમણની આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવન્દના કહી છે, પણ ચોર થઈ કરવી કહી નથી. એવી રીતે શ્રાદ્ધવિધિમાં પણ પાઠ લખ્યો છે.
તથા વિક્રમ સંવત ૧૩૬૩ની સાલમાં થયેલા શ્રી જિનદત્તસૂરિસંતાનીયતિલક શ્રી જિનસિંહસૂરિશિષ્ય શ્રી જિનપ્રભસૂરિજી કૃત વિધિપ્રપામાં પ્રતિક્રમણના આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
पुव्वोलिंगिया पडिक्कमणसामायारी पुण एसा - सावओ गुरुहि समं इक्कोव्वा जावंति चेइआइंति गाहादुगथोत्तपणिहाणवज्जं चेइयाई वंदित्तु चउराईखमासमणेहिं आयरियाई वंदिय भूनिहियसिरो सव्वस्सवि देवसियइच्चाइदंडगेण सयलाइयारमिच्छुक्कडं दाओ ॥