________________
૩૫૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
तत्र पात्रकानि मुक्त्वा भक्ताद्यर्थं जिनान् नमति शक्रस्तवं पठतीत्यर्थः ॥३॥
તથા ભોજનને અંતે પણ જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે પાઠ : तथा कृतभोजनो यतिरीय प्रतिक्रमति, तदनु शक्रस्तवं पठति, चैत्यवन्दनां करोतीत्यर्थः ॥४॥
તથા સંધ્યાના પ્રતિક્રમણના આદિમાં પણ જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી छे. ते पाठ :
जिनवंदनं करोति चैत्यवन्दनं कृत्वा देववन्दनं करोति देववन्दनं कृत्वा गुरुवन्दनं करोति यथा भगवन्नहमित्यादि चतुः क्षमाश्रमणानि दत्वा गुरुनमनं करोति इच्छामि खमासमणो इत्याद्युक्त्वा देवसिअ पडिक्कमणे ठाउं इत्यादि ॥५॥
તથા રાત્રે સૂવાના અવસરે પણ જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે
पाठ :
चउक्सायनमस्कारं कथयित्वा शक्रस्तवं पठंति एवं परिपूर्णां चैत्यवन्दनां कृत्वा इत्यादि ॥ ६ ॥
તથા સૂતાં ઊઠ્યા પછીની ચૈત્યવન્દના પણ જઘન્યોત્કૃષ્ટ કહી છે. તે
पाठ :
कुसुमिण उस्सग्गोत्ति कुत्सितस्वप्नदुष्टस्वननिवारणार्थं कायोत्सर्गं करोति लोगस्सचत्वारि कायोत्सर्गे चिंत्य प्रकटलोगस्स ततः क्षमाश्रमणं दत्वा सक्कत्थयत्ति नवस्कारकथनानंतरं शक्रस्तवपठनं करोति ॥
એ પૂર્વોક્ત છ ચૈત્યવન્દના જઘન્યોત્કૃષ્ટ અને બીજી નવ ભેદમાંથી યથાશક્તિ જિનચૈત્યમાં જઈને કરવાની એવી સાત ચૈત્યવંદના કહી.
તેમજ શ્રી જિનવલ્લભસૂરિજીસંતાનીય ફિરોજશા બાદશાહના પ્રતિબોધક શ્રી જિનપ્રભસૂરિજીકૃત વિધિપ્રપામાં સાધુ-શ્રાવકને અહોરાત્ર મધ્યે નવ વેળાએ ચૈત્યવંદના કરવી કહી છે. તે પાઠ :