________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૫૩
પાઠ લખી પૃષ્ઠ ૩૫માં ભાષાને અંતે લખે છે કે “સ પાન મેં પડિક્ષમળે શ્રી આ-િઅંત મેં વાર થુઠ્ઠું ઝી ચૈત્યવત્વના રની હી હૈ !” એ લેખ પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ છે. કેમ કે શ્રી પ્રવચનસારોદ્વારવૃત્તિ પ્રમુખ જૈનશાસ્ત્રોમાં તો સાત વાર ચૈત્યવંદના કહી, તેમાં પ્રતિક્રમણના આદિઅંતની ચૈત્યવંદના ત્રણ તથા ચાર થોયની કરવી કહી નથી. નિષ્યેવળ ચૈત્યવંદના કહી છે, તે જઘન્ય તથા જધન્યોત્કૃષ્ટ જ સંભવે છે. કેમ કે જૈનશાસ્ત્રોમાં સાત વાર તથા નવ વાર ચૈત્યવંદના અહોરાત્રિમાં કરવી, તેમાં સાત વારની ચૈત્યવંદનામાંથી પાંચ વારની તથા છ વારની ચૈત્યવંદનામાંથી ત્રણકાળ જિનચૈત્યની વંદના યથાશક્તિ નવ ભેદની કરવી કહી છે ને શેષ ચાર વારની જઘન્યોત્કૃષ્ટ ભેદે કરવી કહી છે.
ત્યાં પહેલાં શ્રી ભદ્રબાહુસ્વામીકૃત પયન્નાની ગાથા પહેલાં લખી આવ્યાં છીએ તેમાં જિનદેરાસરમાં ઉભય કાળ ઉત્કૃષ્ટ વંદના કરીને દિવસમાં પાંચવાર તથા કારણસર જઘન્યા ચૈત્યવંદના કહી તે જિનગૃહમાં સવારેસાંજે ચૈત્યવંદના બે અને શેષ પાંચ ચૈત્યવંદનામાં તે ગોચરી વેળાએ જિનચૈત્યના ૧ ભોજન સમયની ૨ ભોજન કર્યા પછી રાત્રે સૂવાના સમયે ૪ સૂઈને ઊઠ્યા પછી પ એમ સાતવાર ચૈત્યવંદનામાંથી પહેલા બે પ્રકારની યથાશક્તિએ નવ પ્રકારની હોય ને શેષ પાંચ તથા જઘન્યોત્કૃષ્ટ હોય. તથા પ્રકારાંતરે શ્રી પ્રવચનસારોદ્વારાદિકમાં સાત વારની ચૈત્યવંદના કહી. તેમાં એક વાર જિનગૃહમાં ચૈત્યવંદના તો યથાશક્તિએ મહાભાષ્ય આદિમાં નવ પ્રકારની કરવી કહી છે અને શેષ ૬ વારની ચૈત્યવંદના
સુવિહિત શ્રી દેવસૂરિજીકૃત દિનચર્યામાં તથા શ્રી કાલિકાચાર્યસંતાનીય શ્રી ભાવદેવસૂરિજીકૃત દિનચર્યા પ્રમુખ ગ્રંથોમાં જધન્યોત્કૃષ્ટ કરવી કહી છે. તે પાઠ અનુક્રમે લખીએ છીએ. ત્યાં પ્રભાતના પ્રતિક્રમણના અંતમાં પહેલા ચૈત્યવંદના જઘન્યોત્કૃષ્ટ કહી છે. તે પાઠ :
अणुसिठित्ति - इच्छामो अणुसिट्ठि इत्युक्त्वा उपविष्टः सन् तिस्रः स्तुतिः पठति विशाललोचनदलमित्यादि कथंभूता स्तुतिः ? वर्द्धमानाः, जिनेश्वरवंदनं देववंदनं कार्यं ॥१॥
તથા ત્રીજી ભોજન સમયની જઘન્યોત્કૃષ્ટ કહી છે. તે પાઠ :