________________
ઉપ
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના આત્મારામજીને અસમંજસ વાક્યરૂપ દક્ષિણા આપવામાં બાકી ન રાખવી જોઈએ. પરંતુ તે સર્વ અસભ્ય વચન છોડીને આપણા શાસ્ત્ર મુજબ, શાંતચિત્તથી, તેમણે કરેલા વચન તેમને જ લાગુ પડતા કરીને સમય મુજબ વિપક્ષ મુખમર્દન કરવું એ જ બુદ્ધિમાનો માટે હિતકારક છે.
જો એમ પણ ન કરીએ તો અધિક શાંતતાને ધૂતારાઓ અશક્તિ કહેવામાં પણ લજજા પામતાં નથી. અને ધૂતારાઓને ઉત્તર ન આપીએ તો મોટા વીર બની જાય. આત્મારામજીએ ગ્રંથ બનાવ્યો તેમાં એકપક્ષ તરફી જ લખાણ થયું છે. તેનો શાસ્ત્રપાઠથી ખૂબ જ સંતોષકારક ઉત્તર આપીને જે સ્થળે ત્રણ થોય કરવાની છે ત્યાં ત્રણ અને જે સ્થળે ચાર થોય કરવાની છે ત્યાં ચારનું સંપૂર્ણ ખુલાસાપૂર્વક તમારા (સંઘના) અતિઆગ્રહથી ગ્રંથ બનાવી ઉત્તરદાન થશે.
આત્મારામજીએ બનાવેલા ગ્રંથમાં ભાષાની અશુદ્ધિ ઘણી જ છે. સંસ્કૃત અને પ્રાકૃત-માગધીમાં પણ બહુ અશુદ્ધિ છે. જોકે બુદ્ધિમાન સમજે છે કે લખવા કે છાપવામાં અનેક પ્રકારની અશુદ્ધિ રહી જાય છે. ચતુર્થસ્તુતિનિર્ણયમાં વ્યાકરણશાસ્ત્ર મુજબ આટલા પાઠ અશુદ્ધ છે એવું બતાવવાનો અમારો ખ્યાલ નથી, પણ આત્મારામજીને “પોતાના બોર મીઠા અને બીજાના ખાટા” એ ન્યાયે પોતાની અશુદ્ધતા શુદ્ધ અને બીજાની શુદ્ધતા અશુદ્ધ એવું કહેવાની આદત છે, તે માટે તેમના ગ્રંથની હ્રસ્વ-દીર્ઘ આદિ અશુદ્ધિનું શોધન ન કરતાં ફક્ત મુદ્દાની ભૂલો છે તે લખીએ છીએ. પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
શુદ્ધલેખ ४ २ स्तवदिभिस्तुति स्तवादिभिः पंचभिः स्तुति ४० १७ पव्यते
पठ्यते १ संसागापायं संघस्सु सग्गोपायं ४६ १९ गण्यते गण्यंते ५१ ७ दंडकैस्तुति दंडकैः स्तुति ५२ ११ थेवं
थोवं