________________
૩૪૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
चरणं सारो दंसणनाणाआगंतु तस्स णित्थयओ । सारंमि य जइयव्वं सुद्धीपच्छाणुपुवी ॥ ४५ ॥ सुद्धसयलाइयारा सिद्धाणथयं पढंति तो पच्छा । पुव्वभणिएणविहिणा किइकम्मं दिति गुरुणो उ ॥४६॥ सुकयं आणत्तिपिव लोए काऊण सुकयकिइकम्मा | व ंतिया थुईउ गुरुथुईगहणे कए तिनि ॥४७॥ थुईमंगलंमिगुणा उच्चरि सगा इबिति । चिट्ठेति तओ थोवं कालं गुरुपायमूलंमि ॥ ४८ ॥ इतिवचनात् । અર્થ :- સંક્ષેપે નીચે પ્રમાણે છે. માંડલા કરીને વ્યાઘાત ન હોય તો ગુરુ સાથે અને વ્યાઘાત હોય તો ગુરુની આજ્ઞા લઈને કરેમિભંતે યાવત્ કાઉસ્સગ્ગ કરે તેમાં અર્થ ચિંતવે. ગુરુ ઠાવે ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જે અતિચાર લાગ્યા તે ચિંતવે. પછી લોગસ્સ કહે. મુહપત્તિ પડિલેહણ, વંદન કરી દિવસના અતિચાર આલોઈને ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત પડિવજીને મંગલપૂર્વક પ્રતિક્રમણસૂત્ર ભણે. પછી વંદન કરી અભુઢિઓહં ઇત્યાદિક કહીને આચાર્યાદિક બધાને ખમાવે. પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે પચાસ શ્વાસોચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે, તે કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહી દર્શન અતિચાર શુદ્ધિને અર્થે પચ્ચીસ શ્વાસોચ્છ્વાસનો કાઉસ્સગ્ગ પારીને શ્રુતસ્તવ કહે, પછી જ્ઞાનાચારશુદ્ધિને અર્થે પચીસ શ્વાસોચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે પછી સિદ્ધાણં કહે પછી મુહપત્તિ પડિલેહીને વાંદણાં આપી પહેલી ગુરુ કહે પછી બધા સાધુ કહે. પછી થોડો કાળ ગુરુચરણે બેસે.
એમાં પણ આદિમાં ચોથી થઈ સહિત ચૈત્યવંદના નથી ને અંતમાં શ્રુતક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ તથા થઈ કહી નથી. ૨ા
પ્રશ્ન :- એ પૂર્વોક્ત પંચાંગીના ગ્રંથોમાં તથા પંચાંગીકર્તાના ગ્રંથોમાં રાત્રિ પ્રતિક્રમણના અંતમાં તથા પંચાંગી ચૈત્યમાં ચૈત્યવંદના કહી પણ દેવસીપ્રતિક્રમણના આદિ-અંતમાં તો ચૈત્યવંદના કહી જ નથી. તેથી સંધ્યાના જિન ચૈત્યવંદના સિદ્ધ થાય નહીં.
જવાબ :- હે મહાભાગ્ય ! પ્રભાતના જિનચૈત્યમાં ચૈત્યવંદના સિદ્ધ થઈ