________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૩૫ આદિમાં ચોથી થોય સાથે ત્રણ થોયના દેવવંદન તથા શ્રુત-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ-સ્તુતિ કહ્યાં નથી. તેમજ પૂર્વવર આચાર્ય કૃત આવશ્યકચૂર્ણિ, નિશીથચૂર્ણિ, વ્યવહારસૂત્રવૃત્તિ, આવશ્યકાવચૂરિ, આવશ્યકદીપિકાદિકમાં “દ પુOTo Tદી, ગઠ્ઠ પુખ નિવી ઇત્યાદિ ગાથાઓ કરી પહેલા સાદશ્ય પાઠ કરી દેવસી પ્રતિક્રમણની વિધિમાં આદિ-અંતમાં ચોથી થાય સાથે ચૈત્યવંદન તથા શ્રુત-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કથન કર્યા નથી. ઇત્યાદિ પૂર્વોક્ત અનેક પંચાંગીના ગ્રંથોમાં સામાન્યવિશેષે દેવસિપ્રતિક્રમણ વિધિનું વર્ણન કર્યું છે, પણ આદિમાં સામાન્યવિશેષ ચૈત્યવંદન કહ્યાં નથી. પૂર્વધર તથા પૂર્વધર નિકટકાલવર્તી આચાર્યોના સમયમાં જિનગૃહમાં ચૈત્યવંદના કરી પ્રતિક્રમણ કરતાં, તેથી દેવસિપ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્યવંદનનો તથા પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિક પ્રતિક્રમણ વગર ક્ષેત્રદેવી-ભુવનદેવીનો કાયોત્સર્ગ તથા થોયનું કથન નથી, તેમજ પૂર્વધર તથા પૂર્વધર નિકટકાલવર્તી આચાર્યોના સમયમાં રાઇપ્રતિક્રમણ કરીને જિનચૈત્યમાં ચૈત્યવંદન કરતાં નથી. તે પાઠ અનુક્રમે લખીએ છીએ. ત્યાં પહેલાં શ્રી ઉત્તરાધ્યયન મૂળસૂત્રમાં રાઇપ્રતિક્રમણની વિધિ આ મુજબ છે. તે પાઠ :
गाथा - पोरिसीए चउब्भाए वंदिऊण तओ गुरुं । पडिक्कमित्ता कालस्स कालं तु पडिलेहए ॥४४॥ आगए कायवुस्सग्गे सव्वदुक्खविमुक्खणे । काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमुक्खणं ॥४५॥ राइअं च अइआरं चिंतिज्ज अणुपुव्वसो । नाणंमि दंसणंमि अ चरित्तंमि तवंमि अ ॥४६॥ पारिअ काउस्सग्गो वंदित्ताणं तओ गुरुं । राइअं तु अइआरं आलोइज्ज जहक्कमं ॥४७॥ पडिक्कमित्तु निसल्लो वंदित्ताणं तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमुक्खणं ॥४८॥ किं तवं पडिवज्जामि एवं तत्थविचिंतए । काउस्सग्गं तु पारित्ता वंदइओ तओ गुरुं ॥४९॥