________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
થોય સાતમીમાં - માનસીદેવી તું ભક્તોનું રક્ષણ કર. IIII
થોય આઠમીમાં - વજ્રાંકુશી નામે દેવી પ્રાણીઓના તનુરક્ષણ માટે “પ્રયત્ન” કહેતાં ઉદ્યોગ કરે. ॥૮॥
૩૧૧
થોય નવમીમાં - જવલનાયુદ્ધા નામે દેવી ભવ્યને ‘કં' કહેતાં સુખને આપો. ।।
થોય દશમીમાં - માનવી નામે દેવી તે જય પામો. ।।૧૦।
–
થોય અગિયારમીમાં મહાકાલીદેવી ઉત્કૃષ્ટપણે જયવંત રહે છે. ૧૧|| થોય બારમીમાં - શાંતિદેવી નામે દેવી જગતને વિષે તું જે ‘ક્ષમા’ કહેતાં ઉપશમ તેનો લાભ, અથવા ‘ક્ષમા’ કહેતાં પૃથ્વી તેનો લાભ ઉત્પન્ન કરો. ।૧૨।
થોય તેરમીમાં - રોહિણી નામે દેવી તે અત્યંત ઉત્કૃષ્ટપણે ભજનશીલ એવી એટલે ભજન કરવા યોગ્ય છે. ।।૧૩।
થોય ચૌદમીમાં - અચ્યુતા નામે દેવી ‘કં’ કહેતાં સુખને ‘દિશતુ' કહેતાં સમર્પણ કરો. ૧૪||
થોય પજ્ઞરમીમાં - પ્રજ્ઞપ્તિ નામે દેવી તે ‘વ:' કહેતાં તમારા લાભને કરો. ।।૧૫।।
થોય સોળમીમાં - બ્રહ્મશાંતિ નામના યક્ષ ‘ક્ષણેન' કહેતાં વેગે કરને ‘શં’ કહેતાં સુખને કરો. ।૧૬।।
થોય સત્તરમીમાં - પુરુષદત્તા નામે દેવી તારો પ્રસાદ મને સભાને વિશે મનવાંછિત ફળને ઉત્પન્ન કરનારો થાઓ. ।૧૭।
થોય અઢારમીમાં - ચક્રધરાદેવી ‘મુદ્દે’ કહેતાં હર્ષને માટે થાઓ. ।૧૮। થોય ઓગણીસમીમાં - કપર્દા નામે યક્ષ મારા હૃદયને વિશે શુભ કરો.
||૧૯૫
થોય વીસમીમાં - ગૌરી નામે દેવી ‘તવ' કહેતાં તારા નાશ કરનારા જે શત્રુ તેને તે ‘નશ્યતુ' કહેતાં નાશ કરો. ા૨ા