________________
૩૧૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ત્રીજી શ્રુતજ્ઞાનની, એવી રીતે ચોવીસ તરી બોતેર થાય રચી છે અને ચોથી થાય શ્રુતદેવી-વિદ્યાદેવી પ્રમુખની ૨૪ થો રચી છે. તેમાં બધા વંદનપૂજન-સહાય પ્રમુખ ગ્રહણ કર્યા છે. તથા સંસારઅવસ્થામાં શ્રી ધનપાલપંડિતના સગાભાઈ સંવત ૧૦૨૯માં થયેલા શ્રી શોભનાચાર્ય મહામુનિ થયા. તેમણે શ્રી બપ્પભટ્ટસૂરિજીની પેઠે ચોવીસ તરી બોતેર થો રચી છે અને ચોથી મૃતદેવી, માનસી પ્રમુખની ચોવીસ થયો રચી છે તે ચોવીશે થોય અનુક્રમથી શ્રુતદેવતા, માનસિ, વજશૃંખલા, રોહિણી, કાલી, ગંધારી, મહામાનસી, વજાંકુશી, જવલનાયુદ્ધા, માનવી, મહાકાલી, શ્રી શાંતિદેવી, રોહિણી, અય્યતા, પ્રજ્ઞપ્તિ, બ્રહ્મશાંતિયક્ષ, પુરુષદત્તા, ચક્રધરા, કપર્દિયક્ષ, ગૌરી, કાલિ, અંબા, વૈરોચ્યા, અંબિકા, એમની થોયોમાં વંદના પ્રમુખ કરી શત્રુનાશ પ્રમુખ સહાય વાંછી તે પૂર્વોક્ત દેવતાઓની સ્તવના કરી છે. તેમના પાઠ ગ્રંથગૌરવના ભયથી લખ્યા નથી, તથા તેમાં ચોવીસ થોયનો ભાવ રક્ષણ સહાધ્યાદિકોનો જેમ છે તેમ અનુક્રમે જણાવીએ છીએ :
ત્યાં પ્રથમ થોયમાં - જે કમલને વિશે ભ્રમરાઓની પંક્તિ સુગંધવાળી પરાગનું સેવન કરતી હતી, તે કમળને વિશે સ્વકીય ચરણ સ્થાપન કરનારી મૃતદેવતા તમારું રક્ષણ કરો. //
થાય બીજીમાં – માનસી નામે દેવી સુખને આપો. રા. થાય ત્રીજીમાં - વજશૃંખલા દેવીને (આનમ:) કહેતાં નિરહંકારપણે વંદન થાઓ. //૩
થાય ચોથીમાં - રોહિણી નામે અધિષ્ઠાયક દેવીને (નમ:) કહેતાં વંદન કર. ૪
થાય પાંચમીમાં - કાલી નામની દેવી (માં) કહેતાં મને (અવતા) કહેતાં રક્ષણ કરો. આપો
થાય છઠ્ઠીમાં - ગંધારી નામે દેવીના વજ ૧ મુસલ આયુધો અત્યંત જયશીલ છે. ||દો.