________________
૨૯૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ઇત્યાદિ સૂત્ર. વૈયાવૃત્ય કહેતાં જિનગૃહની રક્ષા કરવી, પરિસ્થાપનાદિક પ્રતિષ્ઠા પ્રમુખ જિનમતનાં કાર્ય કરવાં, શાંતિ જે જિનભવનમાં પ્રત્યેનીકના કરેલા ઉપસર્ગોને નિવારણ કરવા II૭૬lી તે સાધર્મિક દેવતાઓને સમ્યગ્દષ્ટિ શ્રી સંઘની બે પ્રકારની સમાધિ કરવાનું શીલ કહેતાં આચાર, //૭૭ll તેમને સન્માન દેવાને માટે અન્નત્ય સિસિએણે વગેરે પૂર્વોક્ત આગાર કરવે કરીને કાયોત્સર્ગ કરું છું. //૭૮અહીં કોઈ કહે કે અવિરતિ દેવતાઓનો કાયોત્સર્ગ કરવો અમને શ્રાવક-સાધુઓને ઠીક સંગત નથી. /૭૯ો કેમ કે દેશવિરતિ-સર્વવિરતિ ગુણહીનને વંદના કરવી નિચે યુક્ત નથી. હવે એનો ઉત્તર ગુરુ કહે છે - હે ભવ્ય ! એ તારું કહેવું સારું છે તે માટે જ અહીં કહ્યું નથી II૮૦ની કે વંદન-પૂજન-સત્કાર હેતુ કાયોત્સર્ગ હું કરું છું એવું નથી કહ્યું. પરંતુ સાધર્મિકવત્સલ તો જૈનમતમાં અલ્પ ગુણવાળાની સાથે પણ કરવો, એટલે જેમ સાધર્મિક શ્રાવક પ્રમુખને પૂજાપ્રતિષ્ઠાદિકમાં પ્રવર્તવાને વાતે બહુમાનપૂર્વક પ્રેરણા કરીએ છીએ, તેમ શાસનદેવતાઓને પણ પૂજા –પ્રતિષ્ઠાદિ ઉચિતપ્રવૃત્તિમાં પ્રવર્તવાને બહુમાનપૂર્વક કાયોત્સર્ગ કરવો, તે ઉપયોગદાનરૂપ સાધર્મિકવત્સલ છે. /૮૧ કેમ કે તે શાસનદેવતા પ્રાયે પ્રમાદી છે, તે વાસ્તે કાયોત્સર્ગ દ્વારાએ જાગ્રત કર્યા થકા શાસનની ઉન્નતિ કરવામાં ઉત્સાહ ધારણ કરે છે. [૮રા. શાસ્ત્રમાં સાંભળીને કહીએ છીએ કે શ્રીકાંતા, મનોરમા તેમજ સુભદ્રા અને અભયકુમારાદિકોને શાસનદેવતાઓએ સહાય કરી. ||૮૩ી શ્રી સંઘના કાયોત્સર્ગ કરવાથી પ્રાયે દેવતાઓનું પણ સામર્થ્ય વધે છે, જેમ ગોષ્ઠામાહિલના વિવાદમાં શાસનદેવતાએ શ્રી સીમંધરસ્વામીની પાસે જઈ સાચા-ખોટાનો નિર્ણય કર્યો. I૮૪ll શેષ સંઘના કાયોત્સર્ગ કરવાથી યક્ષાસાધ્વીને શાસનદેવી શ્રી સીમંધરસ્વામીની પાસે લઈ ગઈ. ૮પી ઇત્યાદિ કારણો એ કરીને શાસનદેવતાઓ ને ઉપયોગ દેવા સાધર્મિકવાત્સલ્યરૂપ કાયોત્સર્ગ પૂર્વાચાર્યોએ કહ્યો છે, પરંતુ દેવતાઓને વાંદવાને વાસ્તે કહ્યો નથી. I૮૬ll તે માટે પૂર્વાચાર્યોના માર્ગમાં ચાલવાથી કદી પુરુષ સાચા માર્ગથી ભ્રષ્ટ થતાં નથી, પરંતુ પૂર્વાચાર્યોના ચાલેલા માર્ગમાં ચાલવાથી અનેક મિથ્યા વિકલ્પોથી છૂટીને પુરુષ ભાવવૃદ્ધિને પ્રાપ્ત