________________
૨૭૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પાઠ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાની સાક્ષીને અર્થે ટીકાકારે લખ્યો છે, પણ વ્યાખ્યાન કર્યું નથી અને “તી સથરૂદંડ પં-થુવી-પદારિતો સંપુ0UT Uસા ડોલરિ" એવો વંદનકચૂર્ણિનો ટીકાકારે પાઠ જ લખ્યો નથી, તો વ્યાખ્યાન તો ક્યાંથી હોય જ! એટલી તપાસ કરતાં નિશ્ચય થયું કે આત્મારામજીએ પાઠ લખ્યો નથી પણ ટીકાકારે ત્રણ પ્રકારની ચૈત્યવંદનામાં નવ પ્રકારની ચૈત્યવંદનાની સૂચના કરવા અન્ય અન્ય ગ્રંથના પાઠ લખ્યાં છે તે પાઠોને ચકલીની પાછળ કરીને આત્મારામજીએ કલ્પિત પાઠ બનાવી પોતાનો મનકલ્પિત એકાંતે ચોથી થાયથી નવધા ચૈત્યવંદનાનો યંત્ર બનાવ્યો તેને સ્થાપન કરવાને ધર્મસંગ્રહના પાઠને સંલગ્ન છલ-કપટ કરીને છપાવ્યો હશે. એમ અમે વિચાર કરી રહ્યા હતા એવામાં તો ચોરને આગમ ચાંદરણું દેખી શંકા ઉપજે તેમ આત્મારામજીને કોઈ પ્રકારની શંકા ઉપજી તેથી ધર્મસંગ્રહગ્રંથમાં પોતાનો પ્રક્ષેપ કરેલો પાઠ તથા યંત્ર તેની પ્રતનો લહીયા પાસે બીજો ઉતારો કરાવવા મહેસાણાથી પોતાના શિષ્ય શાંતિવિજય પાસે શ્રી અમદાવાદ મોકલી ત્યારે શાંતિવિજયજીએ તે પ્રત લહીયાને લખવાને સોંપ્યા પછી તે લહીયો કેટલેક દિવસે કોઈ તેના કામને પ્રયોજને અમારી પાસે આવ્યો, ત્યારે અમે તેને પૂછ્યું કે હમણાં તમે શું લખો છો ? ત્યારે તેણે કહ્યું કે આત્મારામજીનો ધર્મસંગ્રહ લખું છું. ત્યારે અમે તેને કહ્યું કે તે પ્રત અમારે દેખવી છે. ત્યારે તેણે કહ્યું કે શાંતિવિજયજીએ કહ્યું છે કે કોઈને પ્રત દેખાડવી નહીં, એવો તેમનો વિચાર છે. પણ લાવીશ, એવું કહીને ગયો પણ પાછો આવ્યો નહીં. પણ અતિ ઉગ્ર પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહીં, તેથી તે લહીયાની પાસે બીજો લહીયો શ્રી ફુગસીના ભંડારની પ્રત લખતો હતો તે પ્રતની ખબર પૂછવા અમારા સાધુ ગયા હતાં. ત્યારે તે લહીયાને ધર્મસંગ્રહની પ્રત લખતો દેખી કહ્યું કે તમે પ્રત લાવ્યા નહીં? ત્યારે તેણે કહ્યું કે હું કોઈ કામ સહજથી આવી શક્યો નહીં, પણ તમારે જોવી હોય તો હમણાં દેખી લો. ત્યારે તે ઉતારાની પ્રત અને ઉપરની, બેઉ પ્રત દેખી તો તે બેઉ પ્રતોમાં પાઠ પ્રક્ષેપ કરેલો દીઠો,