________________
૨૪૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સ્તવન યથાયોગ્ય મોટે ગંભીર સ્વરે ભણીને મુક્તાશુક્તિમુદ્રાએ પ્રણિધાન કરે, સ્તુતિ કરે જયવીયરાય ઇત્યાદિ.
એ વૃંદારવૃત્તિ શ્રાવકના છ આવશ્યકની ટીકા છે. તેને અંતર્ગત ચૈત્યવંદનની વિધિ કહી છે. તેમાં ચોથી થોય સાથે ત્રણ થોયની ચૈત્યવંદના જયવીયરાય પ્રણિધાન સહિત લખી છે. તે શ્રાવક સવારના સમયે દેરાસરમાં પૂજા કરી ચોથી થોય સાથે ત્રણ થોયના દેવવંદન કરી પછી પ્રતિક્રમણ અવસરે સામાન્ય પ્રકારે ચૈત્યવંદન કરી પ્રતિક્રમણ ઠાવે તથા સમાપ્ત કરે તે આશ્રયીને કથન છે. અન્ય સ્તોત્રપ્રણિધાનનું કહેવું વ્યર્થ થાય. કેમ કે પડિક્કમણાના આદિ-અંતમાં સ્તોત્ર પ્રણિધાન રહિત ચૈત્યવંદના કરી પ્રતિક્રમણ કરવું જૈનશાસ્ત્રોમાં કહ્યું છે. પણ સ્તોત્ર પ્રણિધાન સહિત ચૈત્યવંદના પ્રતિક્રમણમાં કરવી કહી નથી. તથા શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ચૈત્યવંદનલઘુભાષ્યમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થાય સાથે ત્રણ થોયની દેવવંદના કહી છે. તે પાઠ :
अंगग्गभाव भेया पुप्फाहारथुईहिं पूयतिगं । पंचुवयारा अट्ठोवयार सव्वोवयारा वा ॥१०॥ इरि-नमुक्कार-नमुत्थुण-अरिहंत-थुई लोगस्स सव्व थुई पुक्ख । થર્ડ સિદ્ધાં-વેયાંશુ નો-નાતિ --ન દ્રા सव्वोवाहि विसुद्धं एवं जो वंदए सया देवे । देविंदविंदमहियं परमपयं पावई लहुं सो ॥६३॥
આ ભાષ્યમાં દશ ત્રિક સહિત મૂળદ્વાર તથા ઉત્તરદ્વાર કહ્યાં છે. તે પ્રાય જિનચૈત્ય આશ્રયીને કહ્યાં છે. તેથી ચોથી થોય સહિત ત્રણ થાયની ચૈત્યવંદના સ્તવ પ્રણિધાન સહિત કહી છે. પણ પ્રતિક્રમણ આદિ-અંત આશ્રયીને કહી નથી. એમ જ શ્રાદ્ધવિધિ તથા શ્રાદ્ધદિનકરવૃજ્યાદિકમાં પણ પૂજા વગેરે વિશિષ્ટ કારણે ચોથી થાય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. પણ ગ્રંથગૌરવના ભયથી તે પાઠ લખતાં નથી. તથા વિક્રમ સંવત ૧૩૫૭માં થયેલા શ્રી ધર્મકીર્તિ ઉપાધ્યાયજી ઉપનામ શ્રી ધર્મઘોષસૂરિજીકૃત
૨
૭
દ