________________
૨૩૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
ત્રિઅંગ નમસ્કાર ॥૧॥ બે હાથ અને બે જાનુ વડે નમાવી કરીને ચતુરંગ નમસ્કાર, મસ્તક, બે હાથ અને બે જાનુ નમાવી કરીને પાંચમો પંચાંગ નમસ્કાર જાણવો. ॥૨॥ અથવા શ્લોકાદિરૂપ નમસ્કારાદિકોથી જઘન્યા ચૈત્યવંદના જાણવી. ।।૧।। ત્યાર પછી બીજી મધ્યમા - તે વળી સ્થાપનાના સૂત્રદંડકોએ કરીને બે સ્તુતિરૂપ જોડલો કરીને હોય. અન્ય વળી એમ કહે છે શક્રસ્તવાદિક દંડક પાંચ તથા થોય સંકેતભાષાએ કરીને ચાર તેણે કરીને જો વંદના તેને મધ્યમા કહે છે. અથવા દંડક, શક્રસ્તવ, થોયયુગલ, અરિહંતચેઇયાણં, વળી થોય. તેમજ કહ્યું છે આવશ્યકચૂર્ણિમાં સ્થાપના ઉત્સવ વળી ચતુર્વિંશતિસ્તવ અને શ્રુતસ્તવ એ બેઉને સ્તવસ્તુતિ કહ્યાં છે એ મધ્યમા ચૈત્યવંદનાના ભેદ જાણવા અને પાંચ શક્રસ્તવનિર્મિત વિધિપૂર્વક ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી તથા વળી શક્રસ્તવાદિક પાંચ દંડક નિર્મિત જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાનાંત ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં હોય છે. અન્ય આચાર્ય વળી શક્રસ્તવ પાંચ યુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં કહે છે. ત્યાં બે વાર ચૈત્યવંદનના પ્રવેશમાં ત્રણ શક્રસ્તવ અને ચૈત્યવંદનના બહિર્ગમનમાં બે શક્રસ્તવ એ પાંચ શક્રસ્તવવાળી ચૈત્યવંદના. ૬૪
એ દિનચર્યામાં પ્રથમ શક્રસ્તવાદિક પાંચ દંડકોએ કરી કરસ્તુતિરૂપ જોડે કરીને એટલે દંડકોએ કરી કરસ્તુતિરૂપ ત્રણ એ બે જોડે કરીને મધ્યમ ચૈત્યવંદના કહી અથવા આવશ્યકચૂર્ણિ ઉક્ત ત્રણ થોય પણ મધ્યમા ચૈત્યવંદના કહી અને સંકેતભાષાએ ચાર થોયના મધ્યમા ચૈત્યવંદના અન્ય કોઈ માને છે તે માટે દેખાડ્યો અને પાંચ શક્રસ્તવયુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના દેરાસરમાં કહી પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં કહી નથી. જ્યારે શ્રી આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ - ૫૨માં લખે છે કે " श्री भावदेवसूरिजीने दिनचर्या में चैत्यवंदना के मध्यमोत्कृष्ट भेद में भी ચાર થર્ડ સે ચૈત્યવંદ્રના રની ઝ્હી હૈ ।।' એવું એકાંત લખે છે તે મિથ્યા છે. કેમ કે શ્રી ભાવદેવસૂરિજીએ તો દિનચર્યામાં મધ્યમોત્કૃષ્ટના ભેદમાં સિદ્ધાંતભાષાએ ત્રણ થોયની અને સંકેતભાષાએ ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કરવાની કહી છે, પણ એકાંતે ચોથી થોયની જ ચૈત્યવંદના