________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૩૭
ઉપરોધથી જેમ, પક્ખી, ચોમાસી, સંવચ્છરીની વિધિ-વિધાન કરવા કહ્યા પણ સાધુ-શ્રાવક તે દિવસનિશ્ચિત કરે છે. પણ અન્ય દિવસનિશ્રિત કરતાં નથી. તેમ આઠ થોયના દેવવંદન સાધુને કરવા કહ્યાં છે તે પ્રતિષ્ઠા વગેરે દિવસનિશ્રિત કહ્યાં છે, પણ દરરોજ દિવસનિશ્રિત પ્રતિક્રમણના આદિઅંતમાં કહ્યાં નથી. પછી બહુશ્રુતગીતાર્થ નિરીહપણે કહે તે પ્રમાણ ॥
પુનઃ ભાવદેવસૂરિકૃત દિનચર્યામાં પણ જિનચૈત્યમાં જઘન્યાદિભેદે કરી સંકેતભાષાએ ચોથી સ્તુતિ સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે
पाठ :
नवकारेण जहन्ना, दंडगथुईजुयल मज्झिमा नेया । उक्कोसविहिपुव्वग सक्कत्थयपंचनियमाया ॥६४॥
व्याख्या नमस्कारः प्रणामस्तेन जघन्या चैत्यवंदना स नमस्कारः पंचधा - एकांगः शिरसो नमने, द्वयंगः करयोर्द्वयोः, त्र्यंगः नमने कायोः शिरसस्तथा १ चतुर्णां करयोर्जान्वोर्नमने चतुरंगकः, शिरसः करयोर्जान्वोः पंचांग: पंचमो मतः २ यद्वा श्लोकादिरूपनमस्कारादिभिर्जघन्या १ अतो मध्यमा द्वितीया सा तु स्थापनार्हत्सूत्रदंडकैः करस्तुतिरूपेण जुगलेन भवति अन्ये तु दंडकानां शक्रस्तवादीनां पंचकं तथा स्तुतियुगलं समया भाषया स्तुतिचतुष्टयं ताभ्यां या वंदना तामाहुः यद्वा दंडकः शक्रस्तवः स्तुत्योर्युगलं अरिहंतचे आणंस्तुतिश्चेति यतः श्रुतस्तवाः स्तुतयः प्रोक्ता एते मध्यमचैत्यवंदनायाः भेदा उत्कृष्टा विधिपूर्वकं शक्रस्तवपंचनिर्मिता तथा उत्कृष्टा तु शक्रस्तवादिपंचदंडनिर्मिता जयवीयरायेत्यादिप्रणिधानांता चैत्यवंदना स्यात् अन्ये तु शक्रस्तवा: पंचकयुतामाहुः तत्र वारद्वयं चैत्यवंदना प्रवेशत्रयं निःक्रमणद्वयं चेति पंचशक्रस्तवाः ॥ ६४ ॥
1
અર્થ :- નમસ્કાર એટલે પ્રણામમાત્ર કરીને જઘન્ય ચૈત્યવંદના. તે નમસ્કાર પાંચ પ્રકારનો છે. મસ્તક નમાવી કરીને એકાંગ, નમસ્કાર બે હાથ જોડી કરીને દ્વિઅંગ નમસ્કાર, હાથ બે અને મસ્તકે નમાવી કરીને