________________
૨ ૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના આવ્યા. ત્યારે પાચ્છાઓએ (પાર્થસ્થા એવા તેઓ શિથિલ સાધુઓએ) જાણ્યું કે હવે આપણું કશું જ ચાલશે નહીં. ત્યારે શ્રાવકો મારફતે તે પણ પૂજયશ્રીને વાંદવા આવ્યા. આચાર્યે તેમને ઠપકો આપીને કહ્યું કે તમે જીવતા સિહંની ખાલ ફાડવા માંડી? તમને ખબર નથી કે સિંહ જીવતો કેમ હાથમાં આવશે ? આવું કહી દંડ આપી શુદ્ધ કર્યા. તેમનો પરિગ્રહ મૂકાવી દીધો. તે પરિગ્રહ જ્ઞાનભંડારમાં મૂકાવ્યો. ઉદયપુરના રાણાજીની આગ્રહભરી વિનંતી સ્વીકારી ત્યાં જ ચાતુર્માસ કર્યું. કાશ્મીરના પંડિતને હરાવતાં રત્નસૂરિજી :
એક વાર ઉદયપુરની રાજસભામાં કાશમીરનો એક પંડિત આવ્યો. તેણે રાણાજીની રાજસભાના પંડિતોને જીતી જયપતાકા માંગી ત્યારે રાણાજીએ કહ્યું કે અમારા ગુરુજી સાથે વાદ કરતાં જીતશો તો જયપતાકા આપીશ.
પંડિત અભિમાન કરી વિજય રત્નસૂરિજી સાથે વાદ કરવા આવ્યો. વાદ કરતાં શરત મૂકી કે જે ધર્મનો વાદ કરવો હોય તે તે ધર્મના શાસ્ત્રથી જવાબ દેવો. ૨૧ દિવસ વાદ-વિવાદ ચાલ્યો, પણ કોઈ જીત્યું કે હાર્યું નહીં. ત્યારે આચાર્યને ચિંતા થઈ કે આ પંડિત જૈનશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રનો પારંગત છે, તો તેને કેમ જીતાય ? ત્યારે રાત્રે માણિભદ્રય કહ્યું કે “તમે શાને ચિંતા કરો છો ? આપને ફારસી ભાષા આવડે છે, તે પંડિતને આવડતી નથી”. આવું કહી અંદશ્ય થયા. આચાર્ય હર્ષ પામ્યા. બીજા દિવસે વાદવિવાદ શરૂ થયો ત્યારે આચાર્ય કુરાનની કિતાબ કહી. ત્યારે પંડિત હાથ જોડી બોલ્યો કે યવનની ભાષા વેદથી નિષેધ હોવાથી હું ભણ્યો નથી, માટે હું હાર્યો. આચાર્યની જીત થઈ. રાણાજીએ પંડિતનો આદરભાવ કરી શિરપાવ કરી શીખ (ઇનામ) આપી વિદાય કર્યો. આચાર્ય વિજયરત્નસૂરિનો બહુ મહિમા કરી મેવાડ દેશમાં જેટલા જિનચૈત્યો હતા તેમની પૂજા નિમિત્તે ગ્રાસ આપ્યો. (ગ્રાસ એટલે જમીન.) તે અવસરે ભોજકે એક દોહો કહ્યો – ફિચંદા હિસાગરાં, ફિટુ કુશલાને લેડાં, રત્ન સૂર ધડૂકતાં, ભાગ ગઈ સબભેડાં ||૧||