________________
૨૨૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વળી સિદ્ધાંતોમાં ત્રણ પ્રકારના પણ સૂત્ર કહ્યાં, (૧) વિધિસૂત્ર, (૨) નિષેધસૂત્ર અને (૩) વિધિનિષેધસૂત્ર. જેમ દશવૈકાલિકસૂત્રમાં વરે મરવું આદિ વિધિસૂત્ર ૧, મહાનિશીથસૂત્રમાં કહ્યું, “હે ગૌતમ ! ઉત્સર્ગ-અપવાદે આગમ સ્થિત છે, તોપણ અષ્કાય, અગ્નિ, મૈથુનનો એકાંત નિષેધ છે” આદિ નિષેધસૂત્ર ૨, તથા ઠાણાંગજીમાં કહ્યું, “ન કલ્પ નિગ્રંથ તથા નિગ્રંથીને માસમાં બે વાર, ત્રણ વાર સરસ્વતી પ્રમુખ પાંચ મોટી નદી ઊતરવી અને ત્યાંજ નજીક સૂત્રમાં કહ્યું પાંચ કારણે એ પાંચ મોટી નદી ઊતરવી. તથા ન કલ્પ નિગ્રંથ-નિગ્રંથીને એક ઠેકાણે રહેવું, વળી ન કલ્પે સ્ત્રી-પુરુષને સંઘટ્ટનું તથા કારણે વસવું, નદી આદિ કારણે સંઘટ્ટનું કલ્પ” ઇત્યાદિ વિધિનિષેધસૂત્ર કહીએ.
તેમ અહીં પણ ઉત્તરાધ્યયનસૂત્રમાં છ કારણે આહાર લેવો અને છે કારણે આહાર ન લેવો આદિ વિધિનિષેધસૂત્ર છે. તેથી અહીં ઉત્સર્ગે તો સાધુને આહાર કરવો જ નહીં. કેમ કે બે પૌરુપીમાં તો અવશ્ય કૃત કહ્યાં અને ત્રીજી પૌરુષીનું કૃત્ય કારણ કહ્યું તેથી અપવાદે કરવો પડે તો છે કારણમાં અન્યત્ર કારણે વિધિએ કરવો. પણ છે કારણ વિના ન કરવો અને સંયમયોગનું અતિક્રમણ એટલે સંયમયોગ સુખે નિર્વાહ થતો હોય અથવા ઉપસર્ગ, સુધાદિ પરિસહન કરવો હોય તો છ કારણે આહારનો ત્યાગ કરવો.
તેમ અહીં ચૈત્યવંદનામાં પણ ઉત્સર્ગે તીર્થકર સિવાય અન્ય દેવના સ્તુતિ-સ્તોત્રાદિકના ત્યાગ કરવા એટલે ચોથી સ્તુતિ અન્ય દેવની કરવી પ્રશ્નકારના વચનથી ઘટે જ નહીં, કેમ કે ભોજનનો વિધિ તથા નિષેધ તો સિદ્ધાંતોમાં છે, પણ ચતુર્થસ્તુતિ કરવાનો તો વિધિ તથા નિષેધ કોઈ સિદ્ધાંતોમાં નથી. કારણ કે એ સ્તુતિ કારણે આચરણારૂપે ગીતાર્થોએ કહી છે તે આગળ પ્રસ્તાવ ઉપર લખાશે.
પણ ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૪૧માં લલિતવિસ્તરાના પાઠનો કંઈક ભાવાર્થ લખીને લખે છે કે “શ્રી હરિભદ્રસૂરિજીએ ચોથી થાય કહેવી આવશ્યકમાં કહી છે” એ આત્મારામજીનું લખવું સસલાના શીંગડાના શોધવા જેવું છે.