________________
૨૨૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર दयाहेतोर्वर्षादौ निपतत्यप्कायादिजीवरक्षायै तपश्चतुर्थादिरूपं तद्धेतोश्च तथा शरीरस्य व्यवच्छेदः परिहारस्तदर्थं च उचितकाले संलेखनामनशनं वा कुर्वन् भक्तपानगवेषणं न कुर्यादिति सर्वत्र योज्यं कारणत्वभावना चामीषाम् प्राग्वत् छ भावा ?
એમ પ્રથમ પૌરુષીનું કૃત્ય કહ્યું ત્યાર પછી બીજી પૌરુષીનું કૃત્ય કહેવાનો અવસર તે “વીણાપાં ફિયાય" એ વચને કરીને ધ્યાન કહ્યું. બે અવશ્ય કર્તવ્ય છે, તે માટે ત્રીજી પૌરુષીમાં કરવું તે પણ એમ જ અથવા કારણ ઉત્પન્ન થયે તેવું કરવું એવી આશંકા ટાળવાને માટે કહે છે. અહીં અનેક સૂત્ર સુગમ છે. પણ એટલું વિશેષ છે કે ત્રીજી પૌરુષીમાં ભોજન શોધવાનું કરે તે ઉત્સર્ગ છે, અન્ય સ્થવિરકલ્પિઓ યથાકાલે ભક્તાદિ શોધવાનું કરે. તેમજ વળી કહે છે “ફાસ્તે ચરે મિg” એમાં સમયે સમય ગોચરી કહી, તે છે કારણમાં સમાયેલું કોઈપણ કારણ ઉપજે છતે જાય, પણ કારણ ઉપજ્યા વિના ન જાય. એ તાત્પર્ય અહીં ભોજનનું ઉપલક્ષણ છે તે માટે ભક્તપાન ગવેષણ કરવું ગુરુગ્લાનાદિ અર્થે જ કરવું તેમજ નહીં, અન્યથા પણ તેનો સંભવ છે. તેથી તેમજ ભોજનને વિષે જ એટલું કારણ કહ્યું છે. તે જ છે કારણ કહે છે. (૧) વેદના ઉપજે એટલે ભૂખ તૃષાજનિત વેદના ઉપશમનને અર્થે ભૂખ-તૃષાની વેદના ઉપશમાવવાને ભોજન લે છે, એ પ્રથમ કારણ (૨) ભૂખ-તૃષામાં ગુર્નાદિકની વૈયાવચ્ચ કરવા સમર્થ ન માટે, માટે વૈયાવચ્ચ કરવાને અર્થે ભોજન લે છે, એ બીજું કારણ, (૩) ઈર્યાસમિતિ અર્થે જ નિર્જરાર્થિયોએ અર્થમાનપણે કરીને પ્રયોજન તેને અર્થે ભોજન લે, નહીં તો ઈર્યાસમિતિ કેમ થાય, કેમ કે ભૂખ-તૃષાએ પીડેલાને આંખોએ કરી ન દેખવાથી કેમ ઈર્યા જોઈ શકે ? તે માટે એ ઈર્યાસમિતિનું ત્રીજું કારણ, (૪) સંયમ અર્થે ભોજન લે નહીં તો પાળવા સમર્થ એ કેમ થાય? તે ભૂખ-તૃષાથી આકુલિતને નિચે સચિત્ત ભોજન ભોગવતે છતે સંયમનો વિઘાત થાય, માટે સંયમ અર્થે ભોજન લે એ ચોથું કારણ, (૫) પ્રાણધારણાર્થે એટલે જીવવાને અર્થે પણ વિધિએ આહાર લે એ જીવે, નિચે પોતાના પ્રાણોને ઉપક્રમ કરે હિંસા થાય, તે માટે