________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૧૩ ગ્રંથને પ્રમાણે પણ ના કરે. અને તે ગ્રંથકર્તાને માનભ્રષ્ટ કરી તે ગ્રંથ જલશરણ કરાવે. અને તે ગ્રંથની જૂની પ્રત કોઈ ભંડારમાં દેખવામાં આવી હોય ને તેની તપાસ કરતાં કોઈ મતપક્ષની વાત પૂર્વધર તથા પૂર્વાચાર્યોના સંમતથી મળતી ન હોય તો તે વાતમાં વિદ્ધજ્જન ઉદાસીનભાવ રાખી તે ગ્રંથને વિદ્વજ્જન “બરાબર છે કે બરાબર નથી” એમ એક પણ ન કહે, પરંતુ મધ્યસ્થભાવે રહી તત્ત્વજ્ઞાનીને જણાવે, પણ તે ગ્રંથનું અપમાન ન કરે. કેમ કે પૂર્વધરોના નામના ગ્રંથનું અપમાન કર્યાથી જૈનશાસ્ત્રોની વ્યવસ્થા ન રહે. ને લોકોમાં વિભ્રમની ઉત્પત્તિ થઈ જાય કે એ ગ્રંથ જેમ કોઈ મતપક્ષીએ પોતાનો મત દઢ કરવાને માટે પૂર્વધરનું નામ પ્રક્ષેપ કરી ભંડારમાં મૂકી દીધો તેમ બીજા પણ ગ્રંથ કોઈ પૂર્વધરોના નામ પ્રક્ષેપ કરી કોઈ મતપક્ષીએ રચી દીધા હશે, તો કોણ જાણે ? એ જૈનશાસ્ત્રો સાચાં કેટલાં અને જૂઠાં કેટલા ? આવી રીતે જૈનશાસ્ત્ર શ્રદ્ધાભંગરૂપ અનેક વિકલ્પ જીવોને પ્રાપ્ત થાય તો પૂર્વધરોના નામના ગ્રંથોનું અપમાન કરનાર પ્રાણી જૈનશાસ્ત્રનો ઉપબૃહણાત્મક સમ્યક્તનો નાશ કરનારો થાય. માટે ભવ્યજીવો, શ્રી અમદાવાદમાં જેટલા ભંડાર છે તેટલા પણ સર્વ ભંડાર પ્રાયે (પહેલા) (ઘણું કરીને) આત્મારામજી દેખવામાં આવ્યા નથી. (આત્મારામજીએ જોયાં નથી.) તો પાટણ પ્રમુખના સર્વ ભંડાર તો પ્રાયે દેખવામાં આવે જ ક્યાંથી ? કેમ કે ભાવનગર પ્રમુખ ૧૨ સ્થાનોમાં વીશ જ્ઞાનભંડારના પુસ્તક અમે દેખ્યાં, એવું પોતે આત્મારામજી લખે છે, તો કોઈ સ્થાનમાં એક જ્ઞાનભંડાર દેખ્યો હશે. કોઈ સ્થાને છે દેખ્યાં હશે, તેમાં પણ કોઈ પ્રત દેખવામાં આવી હશે. તો બારે સ્થાનના સંપૂર્ણ સર્વ ભંડાર તો દેખવામાં આવ્યા હશે? અને બાર સ્થાનોના સંપૂર્ણ સર્વ ભંડાર દેખવામાં ન આવ્યા તો ગુજરાત, કચ્છ, મારવાડ, માલવા વગેરે દેશોના સર્વ જ્ઞાનભંડાર તો દેખવામાં ક્યાંથી આવે ? અને ગુજરાત વગેરે સર્વ દેશના જ્ઞાનભંડાર દેખવામાં આવ્યા નહીં તો અનેક જૈનપક્ષી શ્રીપૂજ જતિ સંવેગીઓ શ્રાવકોને આધીન રહ્યા જ્ઞાનભંડાર તથા હજારો પુસ્તક તે તો એમની નજરે જ ક્યાંથી ? અને અનેક જ્ઞાનભંડારોના પુસ્તકો એમની નજરે ન પડ્યાં તો વિરપુરપ્રમુખના જ્ઞાનભંડારોમાં શ્રી વંદનપયન્નાની જૂની પ્રત વિદ્યમાન