________________
૨૧૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
હોય ત્યારે નવીન ગ્રંથની રચના કરી શકે. અને ‘“પાપાડ્ડીન: કૃતિ પંડિત: '' એવું શ્રી સૂયગડાંગજીની વૃત્તિમાં શ્રી શીલાંકાચાર્યજીએ પંડિતનું લક્ષણ બતાવ્યું છે. તેથી પંડિત હોય તે પાપ થકી ડરે જ, અને કદાચ શિષ્ય હોય તો ગુરુભક્તિવશાત્ પોતાના રચેલા ગ્રંથમાં પોતાના ગુરુનું નામ (પ્રક્ષેપ) ખરાબ કરે (મૂકે) તો તેનો દોષ જૈનસિદ્ધાંતમાં લખ્યો નથી. તેથી શિષ્ય ગુરુભાવે નવીનગ્રંથ રચનામાં પોતાનાથી મહાન (મોટા) ગુરુનું નામ (પ્રક્ષેપ) ખરાબ કરે (મૂકે) તો તે ગ્રંથનું પણ અપમાન ઉત્તમ પુરુષ હોય તે ન કરે. તો પ્રત્યક્ષ શ્રી વંદનપયજ્ઞામાં શ્રીભદ્રબાહુસ્વામીનું નામ છતાં પણ પોતાને હાથે ન આવ્યું તેથી આત્મારામજી શ્રી વંદનપયજ્ઞાનું અપમાન કરવાની સાથે શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધર શ્રુતકેવલીનું અપમાન કરે છે, તેના ફળ પરભવમાં જેવાં મહા અશુભ વિનાકનાં ભોગવશે તે તો જ્ઞાની મહારાજ જાણે. પણ આભવમાં તો વિદ્વાન લોકો ધિક્કાર શબ્દનો શિરતાજ (શિરપાવ) આપ્યા વિના રહેશે જ નહિ. કેમ કે પૂર્વધર અનુયાયી જેવા તે પુરુષના રચેલા ગ્રંથનું અપમાન કરનારને પણ વિદ્વાન લોકો મહાઅપરાધી ગણે છે, તો પૂર્વધરના રચેલા ગ્રંથના અપમાન કરનાર ઉત્કૃષ્ટોત્કૃષ્ટ અપરાધીને કોણ વિદ્વાન ધિક્કાર દીધા વિના રહેશે ? તથા ઉત્તમ ભવભીરુ પુરુષ તો પોતાના રચેલા ગ્રંથમાં બીજાનું નામ પ્રક્ષેપ (ખરાબ) કરે (મૂકે) નહીં, પણ આત્મારામજીએ જેમ પોતાનો મનકલ્પિત મત દૃઢ કરવા માટે શ્રી માનવિજયજી ઉપાધ્યાયજી કૃત (લેખિત) ધર્મસંગ્રહ ગ્રંથમાં નવો પાઠ પ્રક્ષેપ કરી નવી પ્રત લખાવી, તેમ કોઈ મતપક્ષી પોતાનો ભવ બગાડવાની બીક છોડી પૂર્વધરોના નામથી ગ્રંથ રચે તથા પૂર્વધરોના નામ ગ્રંથમાં પ્રક્ષેપ (ખરાબ) કરે (મૂકે) તે ગ્રંથને જોઈ, તપાસ કર્યા વિના કોઈપણ વિદ્વજ્જન તે ગ્રંથનું અપમાન ન કરે. પણ મધ્યસ્થભાવે રહી તે ગ્રંથની તપાસ કરે. તે તપાસ કરતાં જો પૂર્વધરઅનુયાયી તે ગ્રંથમાં વક્તવ્ય હોય ત્યારે તો તે ગ્રંથ પ્રમાણે જ કરે, પણ તે ગ્રંથનું અપમાન ન કરે. અને કદાચ કોઈ મતપક્ષીએ પોતાનો મત પ્રક્ષેપ કર્યો હોય ને પૂર્વધરાચાર્યોના મતથી મળતો ન હોય ને કોઈ ભંડારમાં તેની જૂની પ્રત દેખવામાં આવી ન હોય તો તે