________________
૨૦૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
समत्तं पडिवन्नो जिणवयणे भावियप्पा उग्गतवं चरमाणो विहरइ अह दुग्गसामी विक्कओ ९०२ वरिसे देवलोयंगतो तस्स सीसो सिरिसेणो आयरियपए ओ गग्गायरिया विविक्कमओ ९९२ वरिसे कालंगया तप्पदे सिद्धायरिओ ए वंदो आयरिआ विहरइ ॥
અર્થ :- ત્યારપછી દેલ્લમહત્તરાચાર્ય વિચરતાં વિચરતાં ભિન્નમાલ પધાર્યા. ત્યાં વેદનો પારગામી સપ્રભ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને દુર્ગ નામનો નાસ્તિક પુત્ર હતો. તે પરલોકને માનતો ન હતો. આચાર્યે તેને પ્રતિબોધ આપ્યો. તેણે દીક્ષા લીધી. નિર્મળ ચારિત્રનું પાલન કરતાં તે મુનિ વિચરવા લાગ્યા. સાણપુરમાં એક સુહાવઇ નામનો ક્ષત્રિય રહેતો હતો. તેનો પુત્ર ગાંડો હતો. ક્ષત્રિયે આચાર્યને વિનંતી કરી કે મારા દીકરાનું પાગલપણું મટાડો તો પટ્ટો આપું. આચાર્યે કહ્યું કે મારે પટ્ટો નથી જોઈતો. જો તારો દીકરો સારો થાય તો દીક્ષા અપાવીશ ? ક્ષત્રિયે હા પાડી. આચાર્યે વિદ્યાપ્રયોગ કરી તેને સાજોનરવો બનાવી દીધો. તેને બોધ આપી દીક્ષા આપી. તે શાસ્ત્રપારગામી થયા. દેલ્લમહત્તરાચાર્યે બંને શિષ્યોને આચાર્યપદે સ્થાપ્યા. તેમના બંને શિષ્યો દુર્ગસ્વામી અને ગર્ગાચાર્ય શ્રીમાલ ગયા. ત્યાં ધની નામનો શ્રાવક રહેતો હતો. તેના ઘેર સિદ્ધ નામનો રાજકુંવર રહેતો હતો. તેણે ગર્ગાચાર્ય પાસે દીક્ષા લીધી. તે મહાતાર્કિક અને બુદ્ધિમાન હતા. તેમણે એક દિવસ ગુરુને કહ્યું કે આના સિવાય તર્ક ક્યાંય છે કે નહીં ? ત્યારે દુર્ગાચાર્ય બોલ્યા કે બૌદ્ધમતમાં છે. તે શિષ્ય બૌદ્ધમતમાં તર્ક ભણવા માટે જવા તૈયાર થયો. ત્યારે ગુરુએ કહ્યું તું ત્યાં ન જા, શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જઈશ. ત્યારે તેણે કહ્યું કે હું અહીં અવશ્ય પાછો આવીશ, એમ કહીને ગયો. શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને પાછો આવ્યો. દુર્ગાચાર્યે પ્રતિબોધ આપી જૈનધર્મમાં સ્થિર કર્યો, પણ પાછો બૌદ્ધમાં ગયો. આમ વારંવાર આવે અને જાય. ત્યારે ગર્ગાચાર્યે વિજયાનંદસૂરિપરંપરાશિષ્ય, બૌદ્ધમતના જાણકાર ને મહાબુદ્ધિવંત એવા શ્રી હરિભદ્રાચાર્યમહત્તર, તેમને કહ્યું કે, સિદ્ધર્ષિ રહેતાં નથી. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું કે કોઈ ઉપાય કરીશું. એવામાં સિદ્ધ સાધુ આવ્યા. હરિભદ્રસૂરિએ પ્રતિબોધ્યા પણ તોય રહે નહીં. ત્યારે શ્રી