________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૯૫
નવ પ્રકાર સંબંધી ચૈત્યવંદના છે. એ અભિપ્રાયથી આત્મારામજી પાના ૨૧ ઉપર પ્રતિક્રમણ કે આદિ-અંતકી ચૈત્યવંદના “તીન થુઈકી કિસીભી શાસ્ત્રમેં નહીં કહી હૈ' એવું લખતાં હોય ત્યારે તો તેમનું લખવું પૂર્વધર તથા પૂર્વાચાર્યોની સંમતિથી યથાર્થ છે. પણ પોતાની મનકલ્પિત સ્તોત્રપ્રણિધાન સહિત ચૈત્યવંદના પ્રતિક્રમણના આદિ-અંતમાં કરવી એવા અભિપ્રાયથી લખતાં હોય તોપણ એ લખવું યથાર્થ છે. કેમ કે એવી સ્તોત્રપ્રણિધાન સહિત ત્રણ થોયની તથા ચોથી થોયની ચૈત્યવંદના પ્રતિક્રમણના આદિ-અંતમાં કરવી કોઈપણ જૈનશાસ્ત્રમાં કહેલ નથી.
તથા પૂર્વોક્ત નવ ભેદની ચૈત્યવંદના ચૈત્યપરિપાટી તથા પૂજા અવસરે મહાભાષ્યકારે કરવી કહી. તેમજ વાચનાંતરે પણ પાંચ શક્રસ્તવની ચૈત્યવંદના મહાભાષ્યકારે કહી છે. તે પાઠ :
अन्ने भांति पणिवायदंडगेण एगेण जहन्न वंदना नेया । तदुगतिगेणमज्झा, उक्कोसा चउहिं पंचहिं वा ॥ ६९ ॥ हत्थसयाउ मज्झे, इरियावहिया अ भावउ दुन्नि । एवं उक्कोसाए चउरो, पंचं च मुणेयव्वा ॥७०॥ भणिऊण नमुक्कारे, सक्कत्थयदंडयं अ पढिऊणं । इरियं पडिक्कमंते, दो चउरो वावि पणिवाया ॥ ७१ ॥ एयंपि जुत्तिजुत्तं, आइन्नं जे पण दीसए बहुसो । नवरं नवभेयाणं, नेयं उवलक्खणं तं पि ॥ ७२ ॥ पाढकिरियाणुसारा, भणिया चिइवंदणा इमा वहा । अहिगारिविसेसा पुण, तिविहा सव्वावि जं भणियं ॥७३॥
અર્થ :- અન્ય આચાર્ય કહે છે કે એક પ્રણિપાતદંડક એટલે એક નમુન્થુણં બોલીને કરાયેલ જઘન્યચૈત્યવંદના જાણવી. બે-ત્રણ નમુન્થુણં બોલીને કરાય તે મધ્યમચૈત્યવંદના તથા ચાર અને પાંચ નમુત્યુગ્રંથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. (૬૯) સો હાથ મધ્યે ઇરિયાવહિના અભાવથી બે નમ્રુત્યુણં એમ ઉત્કૃષ્ટમાં પણ ચાર વળી પાંચ નમુન્થુણં જાણવા. (૭૦) નમસ્કાર કરીને