________________
૧૯૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર બૃહત્કલ્પચૂર્ણિમાં “પવિતા વેરૂયવં સમોસર ય વિધિ માંતિ નિસ થા' ઇત્યાદિ વચનથી કલ્પભાષ્ય ગાથામાં કહેલા ચૈત્યવંદનવિધિને સંપૂર્ણ જણાવવાને ચૈત્યવંદનમહાભાષ્યકારે વ્યવહારભાષ્યોક્ત “તિત્રિ વા” સૂત્રને નિત્ય-અનિત્ય ચૈત્યવંદના વિષયક કહીને સંપૂર્ણ દર્શાવી. તેથી કલ્પભાષ્યોક્ત ત્રણ થોયની સંપૂર્ણ નિત્યચૈત્યવંદના સાધુ-શ્રાવકને ચૈત્યગૃહમાં બંને સમય કરવી અને કલ્પભાષ્યોક્ત સ્તવ-પ્રણિધાન રહિત ત્રણ થોયની ચૈત્યવંદના તથા સ્તવ-પ્રણિધાન સહિત ત્રણ થોયની અનિત્ય ચૈત્યવંદના સાધુ તથા શ્રાવકને ચૈત્યપરિપાટી આદિમાં તથા શ્રાવકને ત્રિકાલ પૂજાના સમયે કરવી કહી છે.
વળી સંઘાચારવૃત્તિમાં પણ પક્ષાંતરે નિત્ય-અનિત્ય ચૈત્યવંદના કહી છે. તે શાસ્ત્રપાઠ :
अहवा चिइवंदणया, निच्चाइयरत्ति होइ दुविहाओ । निच्चाओ उभयसझं, इयरा चेइयगिहाई स ॥२२॥ निच्चा संपूण्णच्चिय, इयरा जहसत्ति उ कायव्वा । तव्विसमयमियं सुत्तं, मुणंति गीयाउ परमत्थं ॥२३॥
એ પાઠમાં પણ ઉભયસંધ્યાએ ચૈત્યગૃહમાં સંપૂર્ણ ચૈત્યવંદના નિત્ય કરવી સંભવે અને ચૈત્યપરિપાટી આદિમાં યથાશક્તિ અનિત્યચૈત્યવંદના કરવી સંભવે. અન્યથા પૂર્વોક્ત મહાભાષ્યનો વિરોધ પામે. આમ અનેક જૈનશાસ્ત્રોના અભિપ્રાયથી કલ્પભાષ્ય ગાથામાં સંપૂર્ણ ચૈત્યવંદના કહ્યા છતાં પણ આત્મારામજી કલ્પભાષ્ય ગાથામાં એકાંતે છઠ્ઠા ભેદની જ ચૈત્યવંદના કહી લખે છે તે જૈનશાસ્ત્રોનો મત જાણ્યા વિના લખે છે અને પ્રતિક્રમણના આદિ-અંતની ચૈત્યવંદના ત્રણ થાયથી કરવી એવું કોઈ જૈનશાસ્ત્રમાં કહ્યું નથી, તેમ પ્રતિક્રમણમાં આદિ-અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવી એવું પણ કોઈ જૈનશાસ્ત્રમાં કહ્યું નથી. કેમ કે પ્રતિક્રમણના આદિ-અંતમાં તો બંને સમય દેરાસરમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત ચૈત્યવંદના કહી, પ્રતિક્રમણ ઠાવવાના અવસરે તથા પ્રતિક્રમણ સમાપ્તિમાં નિઃકેવલ જઘન્યોત્કૃષ્ટ જ ચૈત્યવંદના જૈનશાસ્ત્રમાં કરવી કહી છે તે પણ કલ્પભાળ્યોક્ત