________________
૧૯૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અતિલઘુચૈત્યવંદના કરે તોપણ સંપૂર્ણ વંદનાના ફળનો ભાગી થાય. (૩) જો વળી પ્રમાદી હોય અથવા ખોટા આગ્રહરૂપ વિશે કરીને સંજ્ઞા રહિત હોય અને સંપૂર્ણ વંદના કરવાના ભાવ પણ હૃદયમાં ધારણ કરે નહીં, (૪) તે મોહતિમિરથી ઢંકાયેલ દષ્ટિવાળો, બહુ વ્યાપદાદિકોના સમગ્ર દુઃખ પામતો, ઘણો કાળ ભવ અટવીમાં પરાભવ પામે. (૫) તે માટે ગૃહસ્થને તો તાવત્કાલ અસમાધિકારક વૃત્તિબાધા ન સંભવે તો તે પૂર્વોક્ત વંદના, ત્રિકાલ પાંચ શકસ્તવ યુક્ત કરે. (૬) અને વળી તભાવ અવશ્ય એટલે અસમાધિકારક વૃત્તિ બાધાનો ભાવ અવશ્ય સંભવે તો એ નવ ભેદ માંહેની અન્નયરી કહેતાં બીજી યથાશક્તિ ચૈત્યવંદના કરીને દર્શનશુદ્ધિની મોટી પ્રતિશુદ્ધિ કરે. (૭) તત્ત્વના જાણ પુરુષોએ ચૈત્યવંદનાના સંપૂર્ણ નવ ભેદ કહ્યા તે અપવાદ એટલે કે કષ્ટમાં પણ સર્વથા પ્રકારે ન છોડવા. (૮)
આ પાઠમાં ભાષ્યકારે નિત્યવંદના વખાણી. હવે પર્યાદિક દિવસોના વિશે અધિક ચૈત્યપરિપાટી આદિમાં વિશેષ વંદના કરવી તેને અનિત્યવંદના કહી. ભાષ્યનો તે પાઠ :
યાદ મહામાર્ગાર: - एत्तोच्चिय सुहमइणो, बहु सो वंदंति पव्वदियहेसु । तित्थाणि मणे धरिउं, अट्ठावयरेवयाईणि ॥१६॥ सुत्तंमि विभणियमिणं, अट्ठमिचाउद्दसी सुसंघेण । सव्वाइं चेइयाइं, विसेसउ वंदियव्वाइं ॥१७॥ तह सावगोवि एवं, वन्निज्जइ पुव्वपुरिससत्थेसु । पुयाविसेसकारी, पव्वेसु इमं जउ सुत्तं ॥१८॥ संवच्छरचाउम्मासिएसु, अट्ठाहिया सुवितिहीसु । सव्वायरेण लग्गइ, जिणवरपूआतवगुणेसु ॥१९॥ इयपूयच्चिय एगा, भणिया न य वंदणत्ति मा बुज्झ । न हि संपून्ना पूयाऽवंदणविगला जउ होइ ॥२०॥