________________
૧૯૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
सो मोहतिमिरछाइयदिट्ठी बहु दुक्खं सावयाइन्ने । स मग्गमपावंतो, परिभवइ चिरं भवारण्णे ॥५॥ तो तिक्कालं गिहिणो, पंचहिं सक्कथएहिं सा जुत्ता । जइ ताववित्तिवाहा असमाहिकरी न संभवइ ॥६॥ तज्झावेउ अवस्सं, नवभेयाए इमीए अन्नयरी । पडिसुद्धा कायव्वा, सणसुद्धिं महंतेणं ॥७॥ नवभेया पुण एसा, भणिया पुरिसेहं तत्तवेइहिं । संपुन्नमवायंतो, मा को चएज्ज सव्वंपि ॥८॥
ભાવાર્થ - વિધિથી ચૈત્યવંદન કરવાથી મિથ્યાત્વદર્શનનું મથન છે અને સમ્યક્ત વિશુદ્ધ થવાનો હેતુ છે, આવી જિનવાણી છે. (૫૮) જો બહુ વખત કરવા સમર્થ ન હોય તોપણ બે વાર તો અવશ્ય કરવું. જેથી સંવિગ્ન મુનિઓએ નિશ્ચ આચરણ કરીને વર્ણવ્યું છે. (પ૯) તે મોક્ષાર્થીને શુભભાવની વૃદ્ધિના અર્થે નિરંતર સંપૂર્ણ જિવંદન કરવું, પણ ગૃહવાસીને તો વિશેષે કરવું. (પદ) શિષ્ય પૂછે છે કે તમે કેમ શ્રાવકોને વિશેષ ચૈત્યવંદના કરવી કહી ? શું સાધુને વિશેષ પ્રકારે ચૈત્યવંદના કરવાનો નિયમ નથી ? ગુરુ કહે છે કે તું પરમાર્થ સાંભળ. (૯૯) સાધુ તથા શ્રાવકને ઉત્સર્ગમાર્ગે તો રોજ સંપૂર્ણ ચૈત્યવંદના કરવાની બતાવી છે. પણ ગૃહસ્થને વિશેષ કહી તેનું કારણ ગુરુ બતાવે છે. ચારિત્રમાં રહેલા સાધુ નિશ્ચયથી આજ્ઞાપૂર્વક ક્રિયા પાળે તે સર્વ નિશ્ચયથી જિનવંદના જ છે. તે માટે તત્ત્વવેત્તા કહે છે. ચરણકરણ અવિરોધી સાધુ હીનત્યવંદનાએ દેવ વાંદે અથવા અધિક ચૈત્યવંદનાએ દેવ વાંદે ને કિયાંતર કરે તો પણ તેનો પરિણામ નિશ્ચય ચૈત્યવંદનાગત જ હોય. (૮૦૦) આરંભ પરિગ્રહવ્યાપાર યુક્ત ગૃહસ્થને વળી તે ભાવ જયાં સુધી વંદના કરે ત્યાં સુધી જ રહે. બાકીના સમયે ન રહે. (૧) માટે ગૃહસ્થ નિશ્ચય સંપૂર્ણ વંદના કરવી યુક્ત છે. કારણ કે તેથી શુભભાવની વૃદ્ધિ થાય. ને પુષ્કળ પ્રમાણમાં કર્મનો ક્ષય થાય. (૨) સંપૂર્ણ વંદનાનો પક્ષપાતી જીવ, કોઈ વૃત્તિવિરોધાદિ કારણથી