________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૭૯ કરશે નહીં. વળી તમારી કલ્પિત પરંપરામાં પણ કોઈ કરતો નથી. કેમ કે તમારી પરંપરાવાળા તો પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમા ભેદની ચૈત્યવંદના કરે છે અને તમો તો પાના નં. ૯૨માં સ્તોત્રપ્રણિધાન રહિત છઠ્ઠી ચૈત્યવંદના લખો છો અને પાના ૨૦ તથા ૨૧મા પર લખો છો કે, છઠ્ઠા ભેદની ચૈત્યવંદના ચૈત્યપરિપાટીમાં કરવી કહી છે. તો તમારા લખવા પ્રમાણે તમારી પરંપરામાં મોટી ભૂલ પડી. તેથી જો તમો તમારા પરંપરાવાળાથી વધુ વિદ્વાન પાનું ધરાવતાં હો તો તમારા લખવા પ્રમાણે પ્રતિક્રમણના આદિ-અંતમાં છઠ્ઠી વંદના છોડાવીને સ્તોત્ર-પ્રણિધાન સહિત સાતમી ચૈત્યવંદના કરાવવી જોઈએ અને તમારી પરંપરાવાળાથી અધિકપણું ન ધરાવતાં હો તો તમારા લખવામાં ભૂલ પડી તેને છેક મારી અને શ્રીસંઘ સમક્ષ મિચ્છા મિ દુક્કડં કહી જો આત્માર્થી હો તો શુદ્ધલિંગી, શુદ્ધકરૂપક, સ્યાદ્વાદશૈલીએ ત્રણ થાય તથા પૂજા આદિ વિશિષ્ટ કારણે ચાર થોય માનવાવાળા કોઈ સંયમી ગુરુ પાસે ચારિત્રઉપસંપદા લઈ શુદ્ધકરૂપક થઈ તેની પરંપરા પ્રમાણે વર્તવું જોઈએ. અન્યથા જો માનને આધીન હો તો તમે પરંપરા રહિત સંમૂછિમ ગણાશો એમાં શક નથી. આ તમારી હિતશિક્ષા છે તે માનશો તો તમારું કલ્યાણ થશે, પછી તમારી મરજી.
તથા વળી તમે છઠ્ઠો ભેદની મધ્યમઉત્કૃષ્ટચૈત્યવંદના કોઈ ઠેકાણે ત્રણ થાયથી અને કોઈ ઠેકાણે ચાર થાયથી લખો છો. તેથી એમ જણાવવામાં આવે છે કે, તમને જૈનમતના શાસ્ત્રોનો યથાર્થ બોધ નથી તો જિનશાસનમાં આચાર્ણ કરેલી નવ પ્રકારની ચૈત્યવંદનાનો બોધ તો હોય જ ક્યાંથી ?
કેમ કે તમે છઠ્ઠા ભેદની મધ્યમઉત્કૃષ્ટચૈત્યવંદના ત્રણ થોય તથા ચાર થાયથી ચૈત્યપરિપાટીમાં માનીને તમે સાતમા તથા આઠમા ભેદની ચૈત્યવંદના મહાભાષ્ય આદિથી વિરુદ્ધ લખીને તમારા લખવા પ્રમાણે નવમા ભેદની પ્રતિક્રમણના આદિ-અંતમાં નવમા ભેદની ચૈત્યવંદના પૂર્વે પણ કોઈએ કરી નથી ને વર્તમાનમાં પણ કોઈ કરતાં નથી. તો તમે તમારા મનકલ્પિત નવ પ્રકારની ચૈત્યવંદનાનું આલંબન કરીને કલ્પભાષ્ય-મહાભાષ્ય આદિ યુક્ત ત્રણ થોયનો તથા પૂજા આદિ વિશિષ્ટ કારણે સંઘાચારવૃજ્યાદિયુક્ત ચાર થાયનો, તથા જિનગૃહમાં પ્રતિક્રમણની આદિ-અંત ચૈત્યવંદનાની