________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૪૫ પગલાં પાછાં ભરે. ભરીને ત્રણ વખત મસ્તક જમીનને અડાડે. ડાબો ઢીંચણ થોડો ઊંચો રાખે તથા જમણો ઢીંચણ જમીન પર સ્થાપી મસ્તક ઊંચે કરીને બંને હાથે આવર્ત પ્રદક્ષિણારૂપે મસ્તકે અંજલી કરીને અરિહંત ભણી નમસ્કાર થાઓ એમ બોલે. નમુત્થણમાં જાવ સંપત્તાણં સુધી કહી વાંદે, નમસ્કાર કરે. એ પાઠમાં “અદ્વયં વિસુદ્ધ” એ પાઠથી તથા નમુત્થણના “જાવ સંપત્તાણ” એ પાઠથી જધન્ય ચૈત્યવંદના દર્શાવી તેમ જ કહ્યું છે. સંઘાચાર આદિ ગ્રંથોમાં જઘન્ય ચૈત્યવંદના નમો અરિહંતાણે આદિ એક શ્લોકરૂપે કહીને તથા જાતિનિર્દેશથી બહુ નમસ્કારે કહીને અથવા પ્રણિપાત એટલે નમુત્થણંદડકે કહીને થાય છે અને ઉત્કૃષ્ટ ચૈત્યવંદના વંદ-નમસદ એ પાઠથી દર્શાવી છે. શ્રી મલયગિરિજી કૃત રાયપસણી પ્રમુખની વૃત્તિમાં પ્રતિમાઓને પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિએ કરીને વાંદે, પછી નમસ્કાર કરે, પ્રણિધાન આદિ યોગે કરીને એ વચનથી જયાં પ્રણિધાન ત્યાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી અને “માતો મધ્યમમણિ પ્રાથ” એ ન્યાયથી મધ્યમચૈત્યવંદના પણ સુપ્રસિદ્ધ જાણવી. यदुक्तं श्रीपूर्वधराचार्यकृत वंदनकप्रकरणे - उक्कोसाविहि एसा नवयारेणय जणहसंगहिया । मज्झिम अणेगभेया, णेया सुत्ताणुसारेण ॥३४॥
અહીં જઘન્ય તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાની મધ્યમાં મધ્યમ ચૈત્યવંદનાના અનેક ભેદો દર્શાવ્યા છે. તેથી ત્રણ થાયથી નવ પ્રકારની ચૈત્યવંદના પણ પંચાંગમાં સિદ્ધ થાય છે. તથા રાયપાસેથી પ્રમુખ શાસ્ત્રોમાં પણ સામાન્ય પ્રકારે ચૈત્યવંદના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે કહી. તેમજ શ્રી ભદ્રબાહુસ્વામીકૃત પૂજાપયજ્ઞામાં “વત્તારિ હાર્દિ યવંત્UT સન્થવ
હાગુત્તો થ' વગેરે ત્રણ ગાથાથી જઘન્ય ચૈત્યવંદના કહી અને શ્રી કલ્પભાષ્યોક્તમાં “નિરૂડમનિસડે' એ ગાથાનો અર્થ પૂર્વે લખ્યો છે તેમાં સર્વ જિનચૈત્યમાં ત્રણ થાય કહેવી કહી છે. શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીકૃત વંદનપત્રામાં પૂર્વે અર્થપાઠ સહિત લખાઈ આવેલી તે મધ્યમ ચૈત્યવંદના તથા શ્રી વ્યવહારભાષ્યની ગાથામાં “તિક્સિ વી કૂરું થર્ડ' એ વાક્યથી