________________
૧૪૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
કહેવત એમ છે કે “ઘાંયજો જો રાજાની હજામત કરવા જાય તો પોતાના મોઢે આઠ પડવાળો રૂમાલ બાંધીને પછી રાજાની હજામત કરે” તેમ અહીં પણ જાણવું કે રાજાને ઠેકાણે તીર્થંકરપ્રતિમાની ભક્તિને અર્થે સાધુ દેરાસરમાં જાય, પણ ત્યાં જ ન રહે. શા માટે ત્યાં ન રહે ? તો કહે છે કે આ શરીરને મરજી આવે તેટલું સ્નાન કરાવો તોપણ તેમાંથી પરસેવાની ગંધ મારે છે. તથા અધોવાત અને શ્વાસોચ્છ્વાસ એ બંને શરીરમાંથી વહે છે માટે સાધુ દેરાસરમાં રહે તો આશાતના લાગે. અને જો રહે તો કાઉસગ્ગ પારીને ત્રણ થોય કહે ત્યાં સુધી રહે એ ત્રણ થોય ત્રણ શ્લોકની છે. જેમાં - એક શ્લોક સિદ્ધાણં બુદ્ધાણં બીજો જો દેવાણ વિ દેવો અને ત્રીજો ઇક્કો વિ નમુક્કારો - આ ત્રણ શ્લોક કહે ત્યાં સુધી સાધુને મંદિરમાં રહેવાની આજ્ઞા છે. અને વળી કારણે વધારે રહેવાનું કહ્યું છે તે કારણ આ મુજબ છે. જો ભવિક લોક ધર્મ સાંભળવા બેસે તો ઉપકાર જાણીને જૈન સાધુને વધુ રહેવાની પણ આજ્ઞા છે. એ કારણ વિના સાધુને અરિહંત પરમાત્માની આશાતનાના ભયથી ગણધર આદિએ આજ્ઞા આપી નથી. આમ, સાધુ જિનાલયની આશાતના ટાળે છે તો સંસારીઓએ તો આશાતનાને ત્યાગવી જ જોઈએ.
દુભિંગંધ એ બે ગાથાનો ભાવાર્થ એમ છે કે સાધુ જે છે તે ચૈત્યમાં ન રહે અથવા ચૈત્યવંદનના અંતે શક્રસ્તવ આદિ કહીને જેમ પ્રતિક્રમણને અંતે મંગળ માટે ત્રણ થોય ભણે તેમ અહીં શ્લોક ત્રણ પ્રમાણની ત્રણ થોય કહે ત્યાં સુધી ચૈત્યગૃહમાં સાધુને રહેવાનું કહ્યું છે. કારણ વિના વધુ ન રહેવું અને જો કોઈ લોગસ્સ, પુખ્ખરવરદી અને સિદ્ધાણં બુદ્ધાણં એ ત્રણ જ થોય એવો અર્થ કહે તો તેને કહે છે કે આ ત્રણ શ્લોકમાં સંપૂર્ણ વંદનાનો અભાવ છે એટલે સંપૂર્ણ વંદના ન થાય. અને ઉભય કાળે તો ચૈત્યમાં સંપૂર્ણ વંદના કહી છે તો તેમાં અભાવનો પ્રસંગ થયો. કેમ કે ત્રણ થોયના પાઠ પછી ચૈત્યમાં ન રહેવું એવી આજ્ઞા છે. તેથી કરીને પ્રણિધાનનો અસદ્ભાવ થયો એ અર્થ કરવો કેમ ઘટે ? અને આગમમાં તો કહ્યું છે કે વંદનાના અંતે પ્રણિધાન એટલે જેમ “વંર્ફે નમસŞ'' વંદઇ નમંસઇ એ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તેમ વાંદે તે પ્રતિમાઓને, ચૈત્યવંદન વિધિએ કરીને, પ્રસિદ્ધ નમસ્કાર કરીને પ્રણિધાન આદિ યોગે કરીને કહેવાથી ત્રણ