________________
૧૩)
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર अत्र त्वाराध्यं चैत्यं तस्य चोचिते यं स्थितिर्यावता कालेन चैत्यवन्दना क्रियते तावन्मात्रमेवोत्सर्गतश्चैत्ये साधुभिः स्थातव्यं नाधिकं स्नानादिकरणे तु स्नानादि यावत् ॥ यदुक्तं - तिविन्ना कड्डई जाव थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं कारणेन परेण वेति ॥१॥ અર્થ :- આમાં પણ ત્રણ થોયની ચૈત્યવંદનાની વાત કહી છે. તથા અમદાવાદમાં પાંજરાપોળમાં શેઠ જયસિંહભાઈ હઠીસિંહજીના જ્ઞાનભંડારમાં “જિનપ્રતિમા સ્થાપનહૂડી” ગ્રંથમાં પણ ત્રણ થાયની ચૈત્યવંદના કહી છે. તે અક્ષર જેમ છે તેમ લખીએ છીએ.
थयथुईमंगलेणं भन्ते किं जणई ?
થય કહેતાં સ્તવન, થઈ કહેતાં ત્રણ થઈ, તે થઈ બીજી સ્થાપના જિનની હુવે એટલે ઇસીજે ભાવ જે સ્થાપનાજિને આગલ થયથઇએ કરી દેવ વાંદે તેને જ્ઞાન-દર્શન-ચારિત્ર-બોધિલાભ ઉપજે. //પ૧૭૫૧ ઓ ૭l.
આમ, અનેક પૂર્વાચાર્યોના ગ્રંથોમાં ત્રણ થાયની ચેત્યવંદના કહી છે. તેથી જાણવું જોઈએ કે આવા મહાપુરુષોના વચન જો કોઈ તુચ્છબુદ્ધિ પુરુષ ન માને તો એવા તુચ્છબુદ્ધિવાળાની વાત માનવાવાળાથી મોટો મૂર્ખશિરોમણી કોને કહેવાય ?
પ્રશ્ન :- શ્રી બૃહત્કલ્પભાષ્ય પ્રમુખ પૂર્વોક્ત પૂર્વધર તથા એનુયાયી ગ્રંથોમાં ત્રણ થોયની ચૈત્યવંદના કહી તે તો સામાન્ય વિધિએ સાધુને ઉદ્દેશીને કહી છે, પણ વિશેષ વિધિએ સાધુ-શ્રાવકને ઉદ્દેશીને કહી નથી, તો સામાન્ય વિધિથી વિશેષવિધિ કરવી કેમ ઘટે ?
જવાબ:- હે સૌમ્ય ! “અનાપેક્ષી સામાન્ય છે ત્યાં વિશેષ રહેલું છે અને જયાં વિશેષ છે ત્યાં સામાન્ય રહેલું છે” એ ન્યાયે “શ્રી બૃહત્કલ્પભાષ્ય પ્રમુખ” ગ્રંથોમાં સામાન્ય અને વિશેષ વિધિ બંને રહેલા છે તથા સર્વ