________________
૧૧૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અત્યારે આત્મારામજીના સમુદાયમાં સાધુ કાળ કરે ત્યારે પ્રથમ અવળા ત્રણ થાયથી દેવ વાંદે છે. પછી સુલટા ચાર થોયના દેવ વાંદે છે. પૂર્વધર પૂર્વાચાર્યોનું એ કથન નથી. તેથી ચોથી થોયની આચરણ દેવવંદનમાં પાછળથી થઈ સંભવે છે.
શ્રી આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણય પાના ૧૧૪ પર અંચલગચ્છનું શરણ લે છે તે અશાસ્ત્રીય છે. પોતે અચલગચ્છનું શરણ લઈ અંચલગચ્છના શતપદી નામના ગ્રંથની સાક્ષીએ પાના નં. ૩રમાં કલ્પવિશેષચૂર્ણિ, કલ્પબૃહદ્ભાગ્ય અને આવશ્યકવૃત્તિમાં જે છે તેમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાનું કહેલ નથી આવું લખે છે. તે નિઃસંદેહપણે કૃતઘ્નપણું છે. જો કોઈનું શરણ લઈ પોતાનું કાર્ય સિદ્ધ થઈ જાય એટલે જેનું શરણ લીધું તેની જ નિંદા કરે તો તે પ્રાણી કેવો ઉત્તમ કહેવાય ? આવી ઉત્તમતા આત્મારામજી ધારણ કરી ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નં. ૨૮ની લીટી ૧પથી પાના નં. ૩૦ની લીટી ૫ સુધી પાઠ લખે છે. તે પાઠ શતપદી ગ્રંથનો છે, પણ કલ્પભાષ્ય-કલ્પચૂર્ણિ પ્રમુખનો નથી. કારણ કે :
कल्पविशेषचूर्णिकल्पबृहद्भाष्यावश्यकवृत्तिकृद्भिरन्यथा व्याख्यातं यदुत चैत्यवंदनानंतरमजितशांतिस्तवो भणनीयो नो चेत्तदा तस्य स्थानेऽन्यदपि हीयमानस्तुतित्रयं भणनीयमिति ॥
એ પાઠ આવશ્યક આદિ શાસ્ત્રોમાં નથી. પણ શતપદીકારે ત્રણ સૂત્ર સ્તુતિ સિદ્ધ કરવાને અન્યથા વ્યાખ્યા જણાવ્યું. તે પાઠની શરૂઆત અને અંત છોડી, આત્મારામજી કપટ કરીને વચ્ચેથી કલ્પસામાન્ય ચૂર્ણિ વગેરેનો પાઠ લખી, ત્રણ થોય નિષેધ કરવા માટે શતપદી ગ્રંથનો પાઠ લખે છે. પણ તે પાઠથી ત્રણ થાય નહીં, પણ ચાર થોયનો નિષેધ થાય છે. તે પાઠ :
ननु चैत्यवन्दनां कुर्वद्भिः संसारदावानलदाहनीरमित्यादिकाः स्तुतयः किं न भण्यन्ते ? उच्यते इह तावदागमे साधूनां चैत्यवन्दनाविधिरयं । तथाहि - "पविट्ठाण चेइयवंदणे समोसरणे य विहि भणइ निस्सकडमनिस्सकडेगाहा' अत्र हि स्तुतित्रयमेवोक्तं तद्यदि "लोगस्सुज्जोयगरे पुक्खरवरदीवड्ढे सिद्धाणं बुद्धाण"मित्येवं रूपं स्तुतित्रयं शाश्वतं