________________
૧૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
માલવા-મારવાડના શ્રાવકોએ પત્ર જોયા, વાંચ્યા અને નિર્ણય કર્યો કે આત્મારામજી પોતાના પુસ્તકમાં “ગધેડાના શિંગડા' જેવું અસત્ય લખે છે. કારણ કે જો તેમને ચર્ચા કરવી હતી તો પછી રાજેન્દ્રસૂરિ એક માસ રાધનપુર રહ્યા ત્યારે કેમ ન આવ્યા ? રોજના ચાર-પાંચ ગાઉ ચાલે તો રાધનપુરથી શંખેશ્વર ત્રણ-ચાર દિવસમાં આવી જવાય. ઓછા ચાલે તો બે-ત્રણ દિવસ વધુ થાય. ત્યારે રાધનપુરના સંઘે લખ્યું કે ચૌદ પંદર દિવસે આવવાના છે. આના પરથી ફલિત થાય કે પરસ્પર ચર્ચા કરવાના આત્મારામજીના ભાવ ન હતા. જો પોતે જ સાચા હતા તો રાજેન્દ્રસૂરિએ તો લખીને - સહી કરીને બંધાવા તૈયાર હતા, તો આત્મારામજી શા માટે તૈયાર ન થયા ? જૈનશાસનના આગમ-શાસ્ત્રમાં બધું લેખિત છે અને તે જ માન્ય છે. કોર્ટ-કચેરીમાં પણ લખેલું પ્રમાણ ગણાય છે, મૌખિક નહીં. પણ રાજેન્દ્રસૂરિની પ્રચંડ પ્રતિભા સામે લખાણથી આત્મારામજીથી ટકાય તેવું ન હતું, ઊલટાનું ચોરી પર શિરોરીના ન્યાયે “ચતુર્થસ્તુતિનિર્ણય''ની પ્રસ્તાવનામાં આત્મારામજી લખે છે કે ‘રાજેન્દ્રસૂરિને જૈનશાસ્ત્ર સાધુ માનવા સિદ્ધ થતું નથી'.
આવું વાંચી માલવા-મારવાડના શ્રાવકોએ રાજેન્દ્રસૂરિ ગુરુદેવને કહ્યું કે આનું સમાધાન આપો. ત્યારે રાજેન્દ્રસૂરિએ કહ્યું કે આ વાતનું સમાધાન તથા અયુક્ત ગ્રંથનું ખંડન જાણવું હોય તો અમારી પાસે ઉપસંપદગ્રાહક મુનિ ધનવિજય છે, તેમને વિનંતિ કરો. ત્યારે અમો સર્વ શ્રાવકો અમદાવાદ ચોમાસું રહેલા મુનિવર ધનવિજય પાસે ગયા. ત્યાં જઈ વંદના કરી આ મુજબ પૂછ્યું.
“સ્વામિનાથ, તમે કોના શિષ્ય છો'' ?
ત્યારે ધનવિજયજીએ કહ્યું કે અમે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રાજેન્દ્રસૂરિજીના શિષ્ય છીએ. પણ તમે જાણો છો, છતાં શા માટે પૂછ્યું ? ત્યારે શ્રાવકોએ કહ્યું કે આપ કહો છો કે હું તેમનો શિષ્ય છું, પણ રાજેન્દ્રસૂરિજી તો કહે છે કે તે મારા ઉપસંપદગ્રાહક છે, તેનું કારણ શું ? ત્યારે ધનવિજયે કહ્યું કે તે સત્ય છે. કારણ કે અમે શ્રી બાદશાહ જહાંગીરદત્ત